________________
૪૯૪
શ્રી બૃહદ્ જૈને થોક સંગ્રહ એકેક પૃથ્વીકાથી જીવે નારકીપણે કષાય સમુ. ભૂતમાં અનંતી કરી, અને ભવિષ્યમાં કરશે તો સ્વાતુ સંખ્યા, અસંખ્યાતી) અનંતી કરશે. એવું ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક પણ ભવિષ્યમાં સંખ્યાતી, અસંખ્યાતી, અનંતી કરશે. ઔદારિકના ૧૦ દંડકમાં ભવિષ્યમાં સ્વાતુ ૧-૨-૩ જાવ સંખ્યાતી, અસંખ્યાતી, અનંતી કરશે. એમ ઔદારિના ૧૦ દંડક, વ્યંતર, જ્યોતિષી, વૈમાનિક અસુરકુમારની માફક જાણવા. ' એકેક નારકીએ નારકી પણે મારણાંતિક સમુ0 ભૂતમાં અનંતી કરી, ભવિષ્યમાં જે કરે તો ૧-૨-૩ સંખ્યાતી જાવ અનંતી કરશે. એવું ૨૪ દંડક કહેવા. પણ સ્વસ્થાન પરસ્થાન સર્વત્ર ૧-૨-૩ કહેવી, કારણ મારણાંતિક સમુ9 એક ભવમાં એક જ વાર થાય છે.
એકેક નારકીએ નારકીપણે વૈક્રિય સમુ. ભૂતમાં અનંતી કરી, ભવિષ્યમાં જો કરે તો ૧-૨-૩ જાવ અનંતી કરશે. એમ ચોવીશે દંડક, ૧૭ દંડકપણે કષાય સમુ. જેમ કરે. સાત દંડક (૪ સ્થાવર, ૩ વિકલેન્દ્રિય)માં વૈક્રિય સમુ નથી.
એકેક નારકીએ નારકીપણે તૈજસ સમુ0 ભૂતમાં નથી કરી. ભવિષ્યમાં નહિ કરે.
એકેક નારકીએ અસુરકુમારપણે ભૂતકાળમાં તૈજસ સમુ0 અનંતી કરી અને ભવિષ્યમાં કરશે તો ૧-૨-૩ જાવ અનંતી કરશે. એમ તૈજસ સમુ0 ૧૫ દંડકમાં મારણાંતિક માફક.
આહારક સમુ0 મનુષ્ય સિવાયના ૨૩ દંડકના જીવોએ પોતાના કે અન્ય ૨૩ દંડકપણે નથી કરી અને કરશે પણ નહિ. એકેક ૨૩ દંડકના જીવે મનુષ્યપણે આહારક સમુ. જો કરી હોયતો ૧-૨-૩ અને ભવિષ્યમાં જો કરેતો ૧-૨-૩-૪ વાર કરશે.