________________
૪૯૭
સમુઠ્ઠાત - પદ ભૂત-ભવિષ્યની અનંતી કહેવી. મનુષ્યમાં ભૂતભવિષ્યની યાત્ સંખ્યાતી, ચાતુ અસંખ્યાતી કહેવી.
કેવળી સમુ) ૨૨ દંડકમાં ભૂતમાં નથી કરી. ભવિષ્યમાં અસંખ્યાત કરશે, વનસ્પતિમાં ભૂતમાં નથી કરી, ભવિષ્યમાં અનંત કરશે. મનુષ્યના ઘણા જીવે ભૂતમાં કરી હોય તો ૧-૨-૩ ઉ૦ પ્રત્યેક સો ભવિષ્યમાં સ્યાત્ સંખ્યાતી સ્યાત્ અસંખ્યાતી કરશે.
(૫) પરસ્પરની અપેક્ષા ૨૪ દંડક - એક એક નેરિયાએ ભૂતકાળમાં નેરિયાપણે અનંતી વેદનીય સમુ9 કરી, ભવિષ્યમાં કોઈ કરશે, કોઈ નહિ કરે, જો કરે તો ૧-૨-૩ સંખ્યાતી, અસંખ્યાતી, અનંતી કરે. એવું એકેક નેરિયા અસુરકુમારપણે, થાવત્ વૈમાનિક દેવપણે કહેવી.
એકેક અસુરકુમારે નેરિયાપણે વેદની સમુ0 ભૂતમાં અનંતી કરી ભવિષ્યમાં કરે તો જાવ અનંતી કરશે. અસુરકુમારે અસુરકુમારપણે વેદની સમુ0 ભૂતમાં અનંત કરી. ભવિષ્યમાં કરે તો ૧-૨-૩ જાવ અનંતી કરશે. એમ વૈમાનિક સુધી કહેવી. એમ ૨૪ દંડકમાં સમજવી.
કષાય સમુ0 એકેક નેરિયે નેરિયાપણે ભૂતમાં અનંતી કરી, ભવિષ્યમાં કરે તો ૧-૨-૩ જાવ અનંતી કરશે. એકેક નારકીએ અસુરકુમારપણે ભૂતમાં અનંતી કરી, ભવિષ્યમાં કરે તો સંખ્યાતી, અસંખ્યાતી, અનંતી કરશે. એમજ વ્યંતર, જ્યોતિષી, વૈમાનિકપણે ભવિષ્યમાં કરે તો અસંખ્યાતી અનંતી કરશે.
ઔદારિકના ૧૦ દંડકમાં ભૂતકાળે અનંતી કરી. ભવિષ્યમાં કરે તો ૧-૨-૩ જાવ અનંતી કરશે. એવું ભવનપતિ પણ કહેવા.