________________
४८८
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ (પ૯) સંજ્ઞા - પદ શ્રી પન્નવણા સૂત્રના આઠમા પદનો અધિકાર
સંજ્ઞા-જીવોની ઇચ્છા. સંજ્ઞા ૧૦ પ્રકારની છે. આહાર, ભય, મૈથુન, પરિગ્રહ ક્રોધ, માન, માયા, લોભ, લોક અને ઓઘ સંજ્ઞા.
આહાર સંજ્ઞા ૪ કારણથી ઉપજે - ૧. પેટ ખાલી થવાથી, ૨. સુધા વેદનીયના ઉદયથી, ૩. આહાર દેખવાથી, ૪. આહારની ચિંતવના કરવાથી. વેદનીય કર્મના ઉદયથી)
ભય સંજ્ઞા ૪ કારણથી ઉપજે - ૧. અધૂર્ય રાખવાથી, ૨. ભયમોહના ઉદયથી, ૩. ભય ઉપજાવનારા પદાર્થ જોવાથી, ૪. ભયની ચિંતવના કરવાથી. (મોહનીય કર્મના ઉદયથી)
મૈથુન સંજ્ઞા ૪ કારણથી ઉપજે - ૧. શરીર પુષ્ટ બનાવવાથી, ૨. વેદમોહના કર્મોદયથી, ૩. સ્ત્રી આદિને દેખવાથી, ૪. કામભોગની ચિંતવના કરવાથી. (મોહનીય કર્મના ઉદયથી).
પરિગ્રહ સંજ્ઞા ૪ કારણથી ઉપજે - ૧. મમત્વ વધારવાથી, ૨. લોભમોહના ઉદયથી, ૩. ધનમાલ જોવાથી, ૪. ધન પરિગ્રહની ચિંતવના કરવાથી. (મોહનીય કર્મના ઉદયથી) - ક્રોધ, માન, માયા, લોભ સંજ્ઞા ૪ કારણથી ઉપજે. ૧. ક્ષેત્ર (ખુલ્લી જમીન) માટે, ૨. વત્યુ (ઢાંકેલા-મકાનાદિ) માટે, ૩. શરીર-ઉપધી માટે, ૪. ધનધાન્યાદિ ઔષધિ માટે. (મોહનીય કર્મના ઉદયથી).
વેદનીય અને મોહનીયનાં ઉદયથી તથા જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીયનાં ક્ષયોપશમથી થવાવાળી અનેક પ્રકારની આહારાદિની પ્રાપ્તિની ક્રિયાને સંજ્ઞા કહે છે.