SearchBrowseAboutContactDonate
Page Preview
Page 506
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૫ ચાર ધ્યાન (૩) ધર્મધ્યાનના ૪ પાયા - ૧. વીતરાગની આજ્ઞાનું ચિત્ન કરે. ૨. કર્મ આવવાનાં સ્થાન (કારણ)ને વિચારે, ૩. શુભાશુભ કર્મ વિપાકને વિચારે અને ૪. લોક સંસ્થાનનો વિચાર કરે. | ધર્મધ્યાનના ૪ લક્ષણ - ૧. વીતરાગ - આજ્ઞાની રૂચિ, ૨. નિસર્ગ (જ્ઞાનાદિ ઉપજવાથી થયેલી) રૂચિ, ૩. ઉપદેશ રૂચિ અને ૪. સૂત્ર (સિદ્ધાંત-આગમ) રૂચિ. ધર્મધ્યાનનાં ૪ અવલંબન - વાંચના, પૃચ્છના, પરાવર્તના અને ધર્મકથા. ધર્મધ્યાનની ૪ અનુપ્રેક્ષા – ૧. એગચ્યાણપહા-જીવ એકલો આવ્યો, એકલો જશે, એવો જીવના એકલાપણાનો વિચાર, ૨. અણિચાણુ પેહા = સંસારની અનિત્યતાનો વિચાર, ૩. અસરથાણુપેહા = સંસારમાં કોઈ કોઈનું શરણ નથી ઈ૦ વિચાર, અને ૪. સંસારાણપતા = સંસારની સ્થિતિ (દશા)નો વિચાર કરવો. (૪) શુકલ ધ્યાનના ૪ પાયા - ૧. એક એક દ્રવ્યમાં ભિન્ન ભિન્ન અનેક પર્યાય - ઉપનેવા, વિહેવા, ધ્રુવેવા - ભાવો નો વિચાર કરવો, ૨. અનેક દ્રવ્યોમાં એક ભાવ (અગુરૂ લઘુ આદિનો) વિચાર કરવો, ૩. અચળાવસ્થામાં ત્રણેય યોગોનું નિરૂદ્ધપણું વિચારે, ૪. ચૌદમાં ગુણસ્થાનની સૂક્ષ્મ ક્રિયાથી પણ નિવર્તવું ચિંતવે. શુકલધ્યાનનાં ૪ અવલંબન - ૧. દેવાદિના ઉપસર્ગથી ચલિત ન થાય, ૨. સૂક્ષ્મભાવ (ધર્મની ઝીણવટ) સાંભળીને ગ્લાનિ ન લાવે, ૩. શરીર-આત્માને ભિન્ન ચિંતવે, અને ૪. શરીરને અનિત્ય સમજી પુદ્ગલને પરવસ્તુ જાણીને તેમનો ત્યાગ કરે. શુકલધ્યાનનાં ૪ લક્ષણ - ૧. ક્ષમા, ૨. નિર્લોભતા, ૩. નિષ્કપટતા, ૪. મદ રહિતતા.
SR No.022935
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
PublisherSudharm Prachar Mandal
Publication Year1994
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy