________________
૪૮૪
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ પુદ્ગલ અનંતગણા, તેથી કાલ અનંતો.
પ્રદેશ અપેક્ષા - સર્વથી થોડા ધર્મ, અધર્મના પ્રદેશ, તેથી જીવના પ્રદેશ અનંતગણા તેથી પુદ્ગલના પ્ર૦ અનં૦, કાળદ્રવ્યના પ્રઅનંતતેથી આકાશ૦ પ્રદેશ અનંતગણા.
દ્રવ્ય અને પ્રદેશનો ભેળો અલ્પબદુત્વ : - સૌથી થોડા ધર્મ, અધર્મ, આકાશના દ્રવ્ય. તેથી ધર્મ, અધર્મના પ્રદેશ અસંખ્ય), તેથી જીવ દ્રવ્ય, અનં૦ તેથી જીવના પ્રદેશ અસં૦ તેથી પુદ્ગલ દ્રવ્ય અનં), તેથી પુત્ર પ્રદેશ અસં. તેથી કાળના દ્રવ્ય પ્રદેશ અનં૦ તેથી આકાશ પ્રદેશ અનંતગણા.
ઇતિ ષદ્રવ્ય પર ૩૧ દ્વાર સંપૂર્ણ (૫૭) ચાર ધ્યાન
ઠાણાંગ-૪. ઉ ૧ ધ્યાનના ૪ ભેદઃ - આર્ત, રૌદ્ર, ધર્મ અને શુકલધ્યાન. (૧) આર્તધ્યાનના ૪ પાયા - ૧. મનોજ્ઞ વસ્તુની અભિલાષા કરે, ૨. અમનોજ્ઞ વસ્તુનો વિયોગ ચિંતવે, ૩. રોગાદિ અનિષ્ટનો વિયોગ ચિંતવે અને ૪. પરભવના સુખ માટે નિયાણું કરે.
આર્તધ્યાનનાં ૪ લક્ષણ - ૧ ચિંતા - શોક કરવો, દીનતા. બતાવવી ૨ અશ્રુપાત કરવો, ૩ આક્રન્દ(વિલાપ) શબ્દ કરીને રોવું અને ૪ છાતી, માથું આદિ કૂટીને રોવું (વારંવાર કલેશયુક્ત બોલવું)
(૨) રૌદ્રધ્યાનના ૪ પાયા – હિંસામાં, જુઠમાં, ચોરીમાં, કારાગૃહમાં ફસાવવામાં આનંદ માનવો (એ પાપ કરીને કે કરવામાં ખુશી થવું.)
રૌદ્રધ્યાનનાં ૪ લક્ષણ - ૧. થોડા અપરાધ પર ઘણો ગુસ્સો,દ્વેષ કરે, ૨. વધુ અપરાધ પર અત્યંત ગુસ્સો - દ્વેષ કરે. ૩. અજ્ઞાનતાથી દ્વેષ રાખે અને ૪. જાવજીવ સુધી વૈષ રાખે.