________________
4
પ્રવૃત્તિ કરી રહેલ છે. શ્રેણી ૧ થી ૧૨ સુધીનો સુંદર અભ્યાસક્રમ બનાવી ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ જેવાં બહોળા વિસ્તારમાંથી અનેક અભ્યાસીઓની પરીક્ષા લેવાનું તેમજ સમગ્ર જેનશાળા તથા મંડળનું સંચાલન કરી રહેલ છે. જૈન શાળાનાં શિક્ષકો તથા શિક્ષિકાઓનું વાર્ષિક સંમેલન બોલાવી વિદ્યાર્થીને સુંદર અભ્યાસ કરાવવા પ્રોત્સાહિત કરવાનો પ્રયત્ન કરે છે. તે ઉપરાંત જ્યાં પૂ. સાધુ - સાધ્વીજી ઓનાં ચાતુર્માસનો લાભ ન મળી શકે ત્યાં સ્વાધ્યાયી ઓને તૈયાર કરી પર્યુષણ પર્વા૨ાધના કરાવવા મોકલવાનું ભગીરથ કાર્ય પણ કરે છે. આ પુસ્તકનાં પ્રિન્ટીંગ માટે અરિહંત પ્રિન્ટીંગ પ્રેસે આપેલ સહકાર બદલ આભાર માનીએ છીએ તેમજ પૂ. સાધુ - સાધીજીઓ તથા વિદ્વાન શ્રાવકોએ આગમિક સુધારા તરફ દોરેલ ધ્યાન માટે તથા આપેલ સહકાર બદલ આભાર માનીએ છીએ.
શક્ય તેટલો ઉપયોગ રાખવા છતાં સ્ખલના થઈ જવા સંભવ છે. પુસ્તક નો અભ્યાસ કરતાં ભૂલો ધ્યાનમાં આવે તો તરત અમોને લખી જણાવવા વિનંતી છે. જેથી નવી આવૃતિ માં સુધારો થઈ શકે, અજાણતા સ્ખલના રહી જતા જ્ઞાન તથા જ્ઞાની ની અશાતના થઈ હોય તો અંત:કરણપૂર્વક ક્ષમા ચાહીએ છીએ.
લી. જશવંતભાઈ શાંતિલાલ શાહ
પ્રમુખ સુધર્મ પ્રચાર મંડળ તા. ૧.૬.૯૪