________________
3
પ્રકાશકનું નિવેદન (તૃતિય આવૃત્તિ)
આગમનું દોહન અને મંથન કરી આયાર્યોએ મેળવેલું અમૃત એટલે થોક સંગ્રહ (થોકડા). આ થોકડાનો સ્વાધ્યાય અને તેની સમજણ પ્રાપ્તિ કરવી એ જ આપણા સ્થાનકવાસી જૈન ધર્મનાં શ્રાવકો માટે સુંદર સમયનો સદુપયોગ અને મહાન કર્મનિર્જરાનું કારણ છે. આથી જ શ્રી બૃહદ જૈન થોક સંગ્રહની બે આવૃત્તિ છપાઈ ગઈ હોવા છતાં ખૂબ જ ટુંક સમયમાં અલભ્ય થઈ ગઈ હતી. અને પુસ્તકની નવી આવૃત્તિ પાવવાનું કાર્ય સુધર્મપ્રચાર મંડળે હાથ ધર્યું. અને ટુંકા સમયમાં તેમાં રહેલી ત્રુટિઓને સિધ્ધાંત નો આધાર લઈ સુધારી આ નવી આવૃત્તિ પ્રસ્તુત કરતા સુધર્મ પ્રચાર મંડળ આનંદ અનુભવે છે. ખૂબ સહેલાઈ થી સમજી શકાય તેવી શૈલીનાં આધારે અભ્યાસીઓને ખૂબ સુગમતા રહેશે. એવી આશા છે.
સર્વ અભ્યાસી સાધકોને વિનંતી છે કે પુસ્તક નો ઉપયોગ કરતાં પહેલાં જરૂરથી શુધ્ધિપત્રક નો ઉપયોગ કરે. કારણ આગમિક સંશોધન દ્વારા ફેરફાર થયેલ હોવાથી પ્રિન્ટીંગ સમયે ઘણુ ઘ્યાન આપ્યું હોવા છતાં સ્ખલના રહી જવા પામી છે તે માટે સૂત્ર શ્રાવકો ભૂલચૂક ક્ષમ્ય કરશે એવી આશા છે.
સુધર્મ પ્રચાર મંડળ ગુજરાત શાખા આ ઉપરાંત ગુજરાતમાં ઘણી સુંદર શાસન પ્રભાવનાની