________________
પદ્રવ્ય પર ૩૧ દ્વાર
૪૭૭ આકાશાસ્તિકાયનું સંડાણ લોકમાં ડોકના દાગીના જેવું, અલોકમાં
ઓઘણાકાર. જીવ તથા પુદ્ગલનાં સં૦ અનેક પ્રકારની અને કાળને આકાર નહિ, પ્રદેશ નથી માટે.
૪ દ્રવ્ય દ્વાર - ગુણપર્યાયના સમૂહયુક્ત હોય તેને દ્રવ્ય કહે છે. દરેક દ્રવ્યના મૂળ છ સ્વભાવ છે. અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ, સતત્વ, અગુરુલઘુત્વ. ઉત્તર-સ્વભાવ અનંત છે. યથા નાસ્તિત્વ, નિત્ય, અનિત્ય, એક, અનેક, ભેદ, અભેદ, ભવ્ય, અભવ્ય, વકતવ્ય, પરમ ઈત્યાદિ. ધર્મ, અધર્મ, આકાશ એક એક દ્રવ્ય છે. જીવ, પુદ્ગલ, કાળ અનંત છે. વિશેષ સ્વભાવ પોતપોતાના ગુણ છે જેમાં છ દ્રવ્યો અરસપરસ ભીન્નતા ધરાવે છે.
૫. ક્ષેત્ર દ્વાર - ધર્મ, અધર્મ, જીવ અને પુદ્ગલ લોકવ્યાપક છે. આકાશ લોકાલોક વ્યાપક છે અને કાળ રાા દ્વિપમાં પ્રવર્તનરૂપ છે અને ઉત્પાદ વ્યય રૂપે લોકાલોક વ્યાપક છે.
અસ્તિત્વ - જે શક્તિનાં કારણે દ્રવ્યનો કદી નાશ ન થાય તે. વસ્તુત્વ- જે શક્તિનાં કારણે દ્રવ્યમાં અર્થ ક્રિયા હોય તે.
જેમ કે ઘડાની અર્થ ક્રિયા - જળને ધારણ કરવું તે. દ્રવ્યત્વ – જે શક્તિના કારણથી દ્રવ્ય સદાએ સરખા ન રહે
અને જેની પર્યાયો હંમેશાં બદલાતી રહે છે. પ્રમેયસ્વ- જે શક્તિનાં કારણથી દ્રવ્ય કોઈને કોઈ જ્ઞાનનો
વિષય હોય તે. સતત્ત્વ – દ્રવ્યનું સદા રહેવું પડે તે. અગુરૂ લઘુત્ત્વ - જે શક્તિના કારણથી એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે ન
પરીણમે તથા એક દ્રવ્યના અનેક અથવા અનંત
ગુણ વિખરાઈને જુદા જુદા ન થઈ જાય તે. ક્ષેત્ર – ક્ષેત્રી – જગ્યા આપે તે ક્ષેત્ર, તેનો ઉપયોગ કરે તે ક્ષેત્રી.