________________
વ્યવહાર સમકિતના ૬૭ બોલ
૪૩૧ (૯) આગારના છ ભેદ - સમકિતની અંદર છ પ્રકારના આગાર છે - (૧) રાજાનો આગાર (૨) દેવતાનો (૩) ન્યાતનો (૪) માતા-પિતા અને ગુરુનો (૫) બલાત્કારનો (૬) દુષ્કાળમાં સુખથી આજીવિકા ન ચાલે તો. એ છ પ્રકારના આગારોથી સમકિતમાં કોઈ અનુચિત કાર્ય કરવું પડે તો સમકિત નો ભંગ થતો નથી.
(૧૦) જયણાના છ પ્રકાર - (૧) આલાપ - સ્વધર્મી ભાઈઓની સાથે એકવાર બોલે. (૨) સંલાપ - સ્વધર્મી ભાઈઓની સાથે વારંવાર બોલે. (૩) મુનિને દાન દેવું અથવા સ્વધર્મી ભાઈઓની વાત્સલ્યતા કરવી. (૪) એવું વારંવાર પ્રતિદિન કરે. (૫) ગુણીજનોના ગુણ પ્રગટ કરે. (૬) તથા વંદન નમસ્કાર બહુમાન કરે.
(૧૧) સ્થાનના છ પ્રકાર - (૧) ધર્મરૂપી નગર તથા સમક્તિરૂપી દરવાજો (૨) ધર્મરૂપી વૃક્ષ તથા સમ્યક્તરૂપી થડ (૩) ધર્મરૂપી પ્રાસાદ તથા સમકિત રૂપી નીંવ (પાયો) (૪) ધર્મરૂપી ભોજન તથા સમક્તિરૂપી થાળ (૫) ધર્મરૂપી માલ તથા સમકિતરૂપી દુકાન (૬) ધર્મરૂપી રત્ન તથા સમકિતરૂપી તિજોરી. એ છ ભેદ.
(૧૨) ભાવનાના છ પ્રકાર - (૧) જીવ ચૈતન્ય લક્ષણ યુક્ત અસંખ્યાત પ્રદેશી નિષ્કલંક અમૂર્તિ છે. (૨) અનાદિ કાલથી જીવ અને કર્મનો સંયોગ છે. જેમ દૂધમાં વૃત તથા તલમાં તેલ, ધૂળમાં ધાતુ, ફૂલમાં સુગંધ, ચંદ્રની કાંતિમાં અમૃત એ પ્રમાણે અનાદિ સંયોગ છે. (૩) જીવ સુખ-દુઃખનો કર્યા છે અને ભોક્તા છે, નિશ્ચય નયથી કર્મનો કર્તા સકર્મક જીવ છે. અને વ્યવહારનયથી જીવ છે. (૪) જીવ, દ્રવ્ય, ગુણ, પર્યાય, પ્રાણ અને ગુણસ્થાનક સહિત છે. (૫) ભવ્ય જીવનો મોક્ષ થાય છે. (૬) જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ