________________
પાંચ દેવ
૩૯૯ દશ બોલ સહિત તે ભગવંતથી બારગુણો ઊંચો તત્કાળ અશોક વશ થઈ આવે ને સ્વામીને છાંયડો કરે. ૧. ભગવંત જ્યાં જ્યાં સમોસરે ત્યાં ત્યાં પાંચવણ અચેત ફૂલની વૃષ્ટિ થાય ને ઢિંચણ પ્રમાણે ઢગલા થાય ૨. ભગવંતની જોજન પ્રમાણે વાણી વિસ્તરે ને સહુનાં મનનો સંશય હરે. ૩. ભગવંતને ચોવીસ જોડ ચામર વિંઝાય. ૪. સ્ફટિક રત્નમય પાદપીઠ સહિત સિંહાસન સ્વામીની આગળ થાય. ૫. ભામંડળ અંબોડાને ઠેકાણે તેજમંડળ બિરાજે. દિશોદિશના અંધકાર ટળે. ૬. આકાશે સાડાબાર ક્રોડ ગેબી વાજાં વાગે. ૭. ભગવંતની ઉપર ત્રણ છત્ર ઉપરાઉપરી બિરાજે. ૮. અનંત જ્ઞાન અતિશય. ૯. અનંત અર્ચા અતિશય - પરમ પૂજ્યપણું. ૧૦. અનંત વચન અતિશય. ૧૧. અનંત અપાયાગમ અતિશય, તે સર્વ દોષ રહિતપણું. ૧૨. એ બાર ગુણે કરી સહિત હોય તેને દેવાધિદેવ કહીએ. (૧ થી ૮ અતિશય છે, ૯ થી ૧૨ ગુણ છે.) ૪. ભાદેવ તે ભવનપતિ ૧. વાણવ્યંતર ૨.
જ્યોતિષી ૩. વૈમાનિક ૪. એ ચાર જાતિના દેવતાને ભાવે પ્રવર્તે છે તેને ભાવ દેવ કહીએ. ૫. ઈતિ બીજું ગુણ દ્વાર
૩ જું ઉવવાય દ્વાર : ભવિય દ્રવ્યદેવમાં ૧૭૯ ની લટ, ૭. નારકી, સર્વાર્થ સિદ્ધ છોડી ૯૮ દેવનાં પર્યાપ્તા મળી ૨૮૪ બોલનાં આવે. નરદેવ પહેલી નરક, ૧૦ ભવનપતિ, ૨૬ વાણવ્યંતર, ૧૦
જ્યોતિષી, ૧૨ દેવલોક, ૯ લોકાંતિક, ૯ રૈવેયક, ૫ અનુ. વિમાનનાં પર્યાપ્તા મળી ૮૨ બોલનાં આવે. ધર્મદેવ - ૧૭૧ ની લટ (તેલ વાઉનાં વજી), ૯૯ દેવ, પાંચ નરકનાં પર્યાપ્તા મળી ૨૭૫ બોલનાં આવે. દેવાધિદેવ - ૧૨ દેવલોક, ૯ લોકાંતિક, ૯ રૈવેયક, ૫ અનુ. વિમાન, પ્રથમ ત્રણ નરકનાં પર્યાપ્ત એ ૩૮ બોલનાં આવે. ભાવ દેવમાં ૧૦૧ સંજ્ઞી મનુષ્ય, ૫ સંજ્ઞી તિર્યંચ, ૫ અસંશી તિર્યંચ પંચે. એ સર્વનાં પર્યાપ્તા મળી ૧૧૧ બોલનાં આવીને ઉપજે.
ચોથું સ્થિતિ દ્વાર - ભવિય દ્રવ્યદેવની સ્થિતિ જઘન્ય