________________
પાંચ દેવ
૩૯૭
ચંદ્રમાંની ગતિ મંદ અને નક્ષત્રની ગતિ શીઘ્ર હોવાથી રોજ રોજ એક એક નક્ષત્ર બદલાતું રહે છે. આથી તે દૈનિક નક્ષત્ર કહેવાય છે.
સૂર્યની ગતિ ચંદ્રના કરતાં શીઘ્ર પણ નક્ષત્રના કરતાં મંદ હોવાથી ચંદ્રમાંના કરતાં સૂર્ય સાથે તે નક્ષત્રો વધારે વખત (અમુક દિવસો) સુધી રહે છે તે સૂર્ય નક્ષત્ર કહેવાય છે. ઋતુઓના પરિવર્તન આ સૂર્ય નક્ષત્ર ઉપર અવલંબે છે.
ઘણું કરીને દરેક મહિનાની પૂર્ણિમાએ જે નક્ષત્ર ચંદ્ર સાથે રહી રાત પૂરતું હોય છે તે નક્ષત્રના નામ ઉપરથી મહિનાનાં નામ પડેલાં છે. જેમકે કૃતિકા ઉપરથી કાર્તિક, મૃગશીર્ષ ઉપરથી માગશર, યાવત્ અશ્વિની ઉપરથી આશ્વિન.
શ્રી ઠાણાંગ સૂત્રના દશમે ઠાણે નીચેનાં દશ નક્ષત્રો જ્ઞાનવૃદ્ધિકારક કહ્યાં છે - ૧ મૃગશીર્ષ, ૨ આદ્રા, ૩ પુષ્પ, ૪-૫-૬ ત્રણે પૂર્વા, ૭ મૂળ, ૮ આશ્લેષા, ૯ હસ્ત અને ૧૦ ચિત્રા.
ઇત નક્ષત્ર પરિચય સંપૂર્ણ (૩૦) પાંચ દેવ
(ભગવતીસૂત્ર, શતક ૧૨ ઉદ્દેશો ૯ મો)
ગાથા.
નામ ગુણ ઉવાએ, ઠી વીયુ ચવણ સંચિઠણા,
અંતર અપ્પાં બહુયં ચ, નવ ભેએ દેવ દારાએ ૧.
નામ દ્વાર ૧. ગુણ દ્વાર ૨. ઉવવાય દ્વાર ૩. સ્થિતિ દ્વાર
૪. રૂદ્ધિ તથા વિધ્રુવણા દ્વાર ૫. ચવણ દ્વાર ૬. સંચિઠાણા દ્વાર