________________
અસજ્ઝાયો
(૧૮)
(૧૯) (૨૦)
૩૭૫
૧૬ પ્રહર
રાજાનું અવસાન થતાં નવો રાજા ઘોષિત ન થાય
ત્યાં સુધી
યુધ્ધ સ્થાનથી નજીક - યુદ્ધ ચાલે ત્યાં સુધી ઉપાશ્રયમાં (૬૦-૧૦૦ હાથમાં) પંચેન્દ્રિયનું ક્લેવર પડ્યું હોય ત્યાં સુધી
(૨૧-૨૫) અષાઢ, ભાદરવો, આસો, કારતક અને ચૈત્ર મહિનાની પુનમ ૩ ની દિવસ-રાત્રીની અસજ્ઝાય (૨૬-૩૦) આ પૂનમ પછીની એકમની પણ દિવસ - રાત્રીની
અસજ્ઝાય
(૩૧–૩૪) પ્રભાત, મધ્યાહન ૪, સંધ્યા, મધ્યરાત્રી આ ચાર સંધિકાળમાં ૧-૧ મુહૂર્ત
(૩૫/૩૬) હુતાશની પ્રગટે ત્યારે તથા ધુળેટીનાં દિવસની.
આ અસજ્ઝાયને ટાળીને સ્વાધ્યાય કરવો જોઈએ તથા ખુલ્લે મોઢે ન બોલવું જોઈએ, તથા લાઈટના કે દિવાના અજવાળામાં ન વાચવું જોઈએ.
(૧) આકાશમાં કોઈપણ દિશામાં નગર બળતું હોય કે અગ્નિની જ્વાળા ઉડતી હોય એવું દેખાય. જ્યાં ઉપર પ્રકાશ નીચે અંધારું હોય તે દિશા–દાહ.
(૨) મેઘ ગર્જનાદિમાં અકાળ, આર્દ્રા નક્ષત્રથી સ્વાતિ નક્ષત્રને માનવો.
(૩) અષાઢ આદિની પૂનમમાં દેવતા તિર્ધ્વલોકમાં ઉત્સવ ઉજવવા આવે છે અને એકમે પાછા ફરે છે. તે દિવસો દરમ્યાન સૂત્ર અશુધ્ધિને કારણે દેવ ઉપદ્રવ કરી શકે માટે.
(૪) મધ્યાહન એટલે સૂર્યોદય ને સૂર્યાસ્તનો મધ્ય ભાગ. તેની એક ઘડી પહેલા અને એક ઘડી પછી. તેમજ પ્રભાતમાં સૂર્યોદય પહેલા ૩૬ મીનીટ, પછી ૧૨ મીનીટ તથા સંધ્યામાં સૂર્યાસ્ત પહેલા ૧૨ મીનીટ, પછી ૩૬ મીનીટ.