________________
શ્રોતા અધિકાર
૩૨૩ તથા ધ્યાન પ્રમુખ અંગીકાર કરે તો કર્મરૂપ રોગ મટે અને સિદ્ધ ગતિ રૂપ અનંત લક્ષ્મી પામે એ આદરવા યોગ્ય છે.
બીજો પ્રકાર - જેમ ભેરી વગાડનાર પુરૂષ રાજાના હુકમ પ્રમાણે ભેરી વગાડે નહિ તો રાજા કોપાયમાન થઈ દ્રવ્ય આપે નહિ તેમ અવિનિત શિષ્ય તીર્થકરની તથા ગુર્નાદિકની આજ્ઞા પ્રમાણે સૂત્રાદિકની સ્વાધ્યાય ધ્યાન કરે નહિ, તો તેમનો કર્મરૂપ રોગ મટે નહિ અને સિદ્ધ ગતિનું સુખ પામે નહિ એ છાંડવા યોગ્ય છે.
૧૪ આભીરી - પ્રથમ – પ્રકાર - આભીર સ્ત્રી - પુરૂષ એક ગ્રામથી પાસેના શહેરમાં ગાડવામાં ધૃત ભરી વેચવા ગયાં, ત્યાં બજારમાં ઉતારતાં ધૃત ભાજન – વાસણ ફુટી ગયું. વૃત ઢળી ગયું. પુરૂષે સ્ત્રીને ઘણા ઠપકાવાળા કુવચનો કહ્યાં. ત્યારે સ્ત્રીએ પણ તે ભર્તાને સામાં કુવચનો કહ્યાં, આખરે ધૃત બધું ઢોળાઈ ગયું ને બન્ને બહુ શોક કરવા લાગ્યાં. જમીન પરનું વૃત પાછળથી લુછી લીધું ને વેચ્યું, કીંમત મળી, તે લઈ સાંજે ગામ જતાં ચોરોએ લૂંટી લીધી. બહુ નિરાશ થયાં. લોકોએ પૂછવાથી સર્વ વૃત્તાન્ત કહ્યો લોકોએ ઠપકો દીધો. તેમ ગુરૂએ વ્યાખ્યાન ઉપદેશમાં આપેલ સાર – ધૃતને લડાઈ - ઝગડો કરી ઢોળી નાંખે ને છેવટે ક્લેશ કરી દુર્ગતિ પામે. આ શ્રોતા છાંડવા યોગ્ય છે.
બીજો પ્રકાર - વૃત ભરી શહેરમાં જતાં બજારમાં ઉતરતાં વાસણ ફૂટયું કે તરત જ એકદમ મળી ભેગા થઈ તે વૃત ભરી લીધું પણ બહુ નકશાન થવા દીધું નહિ. તે ધૃતને વેચી પૈસા મેળવી સારા સંઘાત સાથે ગામમાં સુખે સુખે જેમ અન્ય સુજ્ઞ પુરૂષો પહોંચે, તેમ વિનીત શિષ્ય શ્રોતા ગુરૂ પાસેથી વાણી સાંભળી શુદ્ધ ભાવપૂર્વક તે અર્થ - સૂત્રને ધારી રાખે, સાચવે, અસ્મલિત ન કરે. વિસ્મૃતિ થાય તો ગુરૂ પાસે ફરી ફરી માફી માંગી, ધારે, પૂછે, પણ કકળાટ ઝઘડો કરે નહિ, જે ઉપર ગુરૂ