________________
૩૨૨
શ્રી બૃહદ્ જૈન શોક સંગ્રહ ૧૧ જાહગ - સેંહલો તે તિર્યંચની જાત વિશેષ - તે પ્રથમ પોતાની માતાનું દૂધ થોડે થોડે પીએ ને તે પાચન થયા પછી વળી થોડું પીએ, એમ થોડે થોડે દુધથી પોતાના શરીરને પુષ્ટ કરે,પછી મોટા ભુજંગનાં માન મર્દન કરે, તેમ એકેક શ્રોતા આચાર્યાદિક પાસેથી પોતાની બુદ્ધિ પ્રમાણે કાલે કાલે થોડે થોડે સૂત્રાદિ અભ્યાસ કરે, અભ્યાસ કરતાં ગુર્નાદિકને અત્યંત સંતોષ ઉપજાવે, કેમકે આપેલો પાઠ બરાબર અઅલિત કરે ને તે કર્યા પછી વળી બીજી વાર અને ત્રીજી વાર એમ થોડે થોડે લે ને પછી બહુશ્રુત થઈ મિથ્યાત્વી લોકોના માન મર્દન કરે, એ આદરવા યોગ્ય છે.
૧૨ ગો તે “ગાય” ના બે પ્રકાર, પ્રથમ પ્રકાર - જેમ દૂધવતી ગાયને કોઈ એક શેઠ, પાડોશીને ત્યાં આપી ગામ જાય, પણ તે પાડોશી ઘાસ પાણી પ્રમુખ બરાબર ગાયને નહિ આપવાથી ગાય ભૂખ, તૃષાએ પીડાતી થકી દૂધમાં સૂકાય, ને દુઃખી થાય, તેમ એકેક અવિનિત શ્રોતા એ ગુર્નાદિકનો, આહાર પાણી પ્રમુખે વૈયાવચ્ચ નહિ કરવાથી તેમનો દેહ ગ્લાનિ પામે ને સૂત્રાદિકમાં ઘટાડો થાય ને અપયશ પામે.
બીજો પ્રકાર - એક શેઠ પાડોશીને દૂઝણી ગાય સોંપી ગામ ગયો. પાડોશીએ ઘાસ, પાણી પ્રમુખ રૂડે પ્રકારે આપવાથી દૂધમાં વધારો થયો ને તે કીર્તિને પામ્યો, તેમ એકેક વિનિત શ્રોતા ( શિષ્ય) ગુર્નાદિકનો આહાર પાણી પ્રમુખ વૈયાવૃત્યની વિધિએ કરી ગુર્નાદિકને શાતા ઉપજાવે તો તેમને જ્ઞાનમાં વધારો થાય ને તે કીર્તિને પામે એ શ્રોતા આદરવા યોગ્ય છે.
૧૩ ભેરી - તેના બે પ્રકાર. પ્રથમ પ્રકાર એ છે કે, ભેરીનો વગાડનાર પુરૂષ રાજાના હુકમ પ્રમાણે ભેરી વગાડે તો રાજા ખુશી થઈ તેને પુષ્કળ દ્રવ્ય આપે, તેમ વિનિત શિષ્ય તીર્થકર તથા ગુર્નાદિકની આજ્ઞા પ્રમાણે સૂત્રાદિકની સ્વાધ્યાય