________________
૩૨૦
શ્રી બૃહદ્ જૈન શોક સંગ્રહ
ગુણ જાવા દે અને સ્ખલના પ્રમુખ અવગુન્નુરૂપ કચરો ગ્રહી રાખે, માટે તે છાંડવા યોગ્ય છે.
૪ પરિપુણગ : તે સુઘરી પક્ષીના માળાનો દૃષ્ટાંત. સુઘરી પક્ષીના માળાથી ધૃત (ઘી) ગાળતાં ધૃત ધૃત નીકળી જાય અને કીટી પ્રમુખ ક્ચરો ગ્રહી રાખે, તેમ એકેક શ્રોતા આચાર્ય પ્રમુખના ગુજ્ર ત્યાગ કરી અવગુણ ગ્રહણ કરે એ શ્રોતા છાંડવા યોગ્ય છે.
૫ હંસ : હંસને દૂધ પાણી એકઠાં કરી પીવા માટે આપ્યાં હોય તો તે પોતાની ચાંચમાં ખટાશના ગુણે કરી દૂધ પીએ ને પાણી ન પીએ. તેમ વિનિત શ્રોતા ગુર્વાદિકના ગુણ ગ્રહે ને અવગુણ ન લે એ આદરણીય છે.
૬ મહિષ : ભેંસો જેમ પાણી પીવા માટે લાશયમાં જાય; પાણી પીવા જલમાં પ્રથમ પ્રવેશ કરે, પછી મસ્તક પ્રમુખે કરી પાણી ડોહળે ને મલસૂત્ર કરી પછી પોતે પીવે, પણ શુદ્ધ જલ પોતે ન પીએ, અન્ય યૂથને પણ પીવા ન દે, તેમ કુશિષ્ય શ્રોતા વ્યાખ્યાનાદિકમાં ક્લેશરૂપ પ્રક્ષાદિક કરી વ્યાખ્યાન ડોહળે, પોતે શાંતપણે સાંભળે નહિ ને અન્ય સભાજનોને શાંત રસથી સાંભળવા ન દે એ છોડવા યોગ્ય છે.
0
૭ મેષ : બકરાં જેમ પાણી પીવા જલસ્થાનકે નદી પ્રમુખમાં જાય, ત્યારે કાંઠે રહી પગ નીચા નમાવી પાણી પીએ. ડોહળે નહિ, ને અન્ય યૂથને પણ નિર્મલું પીવા દે. તેમ વિનિત શિષ્ય શ્રોતા વ્યાખ્યાનાદિક નમ્રતા તથા શાંત રસથી સાંભળે, અન્ય સભાજનોને સાંભળવા દે, એ આદરણીય છે.
–
૮ મસગ : તેના બે પ્રકાર પ્રથમ મસગ તે ચામડાની કોથલી તેમાં વાયરો ભરાય ત્યારે અત્યંત ફુલેલી દેખાય પણ તૃષા