________________
૨૮૦
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ
૧૪ વિષય (શક્તિ) દ્વાર ૧ ઔદારિક શરીરનો વિષય પંદરમાં રૂચક દ્વીપ સુધી જવાનો. ૨ વૈક્રિય શરીરનો વિષય અસંખ્ય દ્વીપ સમુદ્ર સુધી જવાનો. ૩ આહારક શરીરનો વિષય અઢી દ્વીપ સમુદ્ર સુધી જવાનો. ૪ તૈજસ્ કામણનો વિષય સર્વ લોકમાં જવાનો.
૧૫ સ્થિતિ દ્વાર. ૧ ઔદારિક શરીરની સ્થિતિ જઘન્ય અંતર્મુહુર્ત, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યની. ૨ વૈક્રિય શરીરની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ૩૩ સાગરની. ૩ આહારક શરીરની સ્થિતિ જ. ઉત્. અંતર્મુહૂર્તની. ૪-૫ તેજસ્ કાર્પણ શરીરની સ્થિતિ બે પ્રકારે છે તે, ૧ અભવ્ય આશ્રયી આદિ નથી ને અંત પણ નથી; ૨ મુક્તગામી આશ્રયી, આદિ નથી પણ અંત છે.
૧૬ અંતર દ્વાર. ૧ ઔદારિક શરીરને મૂકી ફરીથી ઔદારિક શરીર લેતાં અંતર પડે (વખત જાય) તો જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ૩૩ સાગર. ૨ વૈક્રિય શરીર મૂકી વૈક્રિય શરીર લેતાં અંતર પડે તો જઘન્ય અંતર્મુહૂર્ત ઉ. અનંતકાળ. ૩ આહારક શરીરને અંતર પડે તો જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અર્ધ પુગલ પરાવર્તનથી કાંઈ થોડું. ૪-૫ તૈજસ-કાશ્મણ શરીરને અંતર નથી. અંતરદ્વારનો બીજો અર્થ-આહારક શરીર વજીને ચાર શરીર લોકમાં સદા લાભે. આહારક શરીર હોય કે ન હોય-ન હોય તો ઉત્કૃષ્ટ છ માસ સુધી અંતર પડે. (આહારક શરીર એક ભવમાં બે વાર, આખા સંસાર આશ્રી ચાર વખત આવી શકે.)
ઈતિ પાંચ શરીર સંપૂર્ણ. (જે આત્મ પ્રદેશોને અવગાહીને રહે તે શરીર.)