________________
નંદી સૂત્રમાંથી પાંચ જ્ઞાનનું વિવેચન
૨૫૩ ૨ ઉત્કાલિક શ્રુત* - તે અનેક પ્રકારનાં છે. તે દશવૈકાલિક પ્રમુખ ૨૯ પ્રકારના શાસ્ત્રનાં નામ નંદિસૂત્રમાં આપ્યાં છે તે આદિ દઈને અનેક પ્રકારનાં શાસ્ત્ર છે, પણ વર્તમાનમાં ઘણાં વ્યચ્છેદ છે.
દ્વાદશાંગ સિદ્ધાંત આચાર્યની પેટી સમાન, અતિત કાલે અનંત જીવો આજ્ઞાએ આરાધીને સંસાર દુઃખથી મુક્ત થયા. વર્તમાનમાં સંખ્યાતા જીવો દુઃખથી મુક્ત થાય છે. અનાગત કાલે આજ્ઞાએ આરાધી, અનંત જીવો દુઃખથી મુક્ત થશે. એમ સૂત્ર વિરાધીને ત્રણે કાળ આશ્રી સંસારમાં રખડવા વિષે જાણવું. શ્રુતજ્ઞાન (દ્વાદશાંગરૂપ) સદાકાળ લોક આશ્રી છે.
શ્રુતજ્ઞાન - સમુચ્ચય ચાર પ્રકારે છે. દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી.
દ્રવ્યથી - શ્રુતજ્ઞાની ઉપયોગ કરી સર્વ દ્રવ્ય જાણે દેખે; તે શ્રદ્ધાએ કરી તથા સ્વરૂપ આલેખવે કરી.
ક્ષેત્રથી - શ્રુતજ્ઞાની ઉપયોગ કરી, સર્વ ક્ષેત્રની વાત જાણે દેખે; પૂર્વવત્.
કાલથી - શ્રુતજ્ઞાની ઉપયોગ કરી સર્વ કાલની વાત જાણે
દેખે.
ભાવથી - શ્રુતજ્ઞાની ઉપયોગ કરી સર્વ ભાવ જાણે, દેખે. ઇતિ શ્રુતજ્ઞાનનું વર્ણન.
અવધિ જ્ઞાનનું વર્ણન ૧ અવધિ જ્ઞાનના મુખ્ય બે ભેદ : ભવપ્રત્યયિક, લાયોપથમિક.
* અસ્વાધ્યાયનો વખત વર્જી ચારે પહોરે સ્વાધ્યાય થાય માટે ઉત્કાલિક કહિયે,