________________
૨૫૨
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ ૧૧. ગમિક શ્રત તે બારમું અંગ દષ્ટિવાદ ઘણી વાર સરખા પાઠ આવે તે માટે.
૧૨. અગમિક શ્રુત તે કાલિક શ્રુત ૧૧ અંગ આચારાંગ. પ્રમુખ.
૧૩ * અંગપ્રવિષ્ટ-બાર અંગ (આચારાંગાદિથી દષ્ટિવાદ સુધી) સૂત્રમાં તેનો વિસ્તાર ઘણો છે, ત્યાંથી જેવું.
૧૪ અનંગ પ્રવિષ્ટ - સમુચ્ચય બે પ્રકારે. ૧ આવશ્યક. ૨ આવશ્યક વ્યતિરિક્ત. ૧. આવશ્યકના છ અધ્યયન, સામાયિક પ્રમુખ ૨ આવશ્યક વ્યતિરિક્તના બે ભેદ : ૧ કાલિક શ્રત, ૨ ઉત્કાલિત શ્રત.
૧ કાલિક શ્રુત + - તેના અનેક પ્રકાર છે. તે ઉત્તરાધ્યયન દશા શ્રુતસ્કંધ, બૃહતકલ્પ, વ્યવહાર પ્રમુખ એકત્રીશ સૂત્ર કાલિકનાં નામ નંદિસૂત્ર મધ્યે આપ્યાં છે, તથા જે જે તિર્થંકરના જેટલા શિષ્ય તેટલા પન્ના સિદ્ધાંત જાણવાં. જેમ ઋષભદેવના ૮૪૦૦૦ પત્રો તથા મધ્ય ૨૨ તીર્થંકરના સંખ્યાતા હજાર પઈન્ના તથા મહાવીર સ્વામીના ૧૪. હાર પઈન્ના તથા સર્વ ગણધરના કર્યા, તથા પ્રત્યેક બુદ્ધના કર્યા પડ્યા તે સર્વ કાલિક જાણવા, એ કાલિક શ્રત. ..
* અથવા સમુચ્ચય બે પ્રકારે શ્રુત કહ્યાં છે, તે અંગપવિઠંચ (અંગપ્રવિષ્ટ) તથા અંગ બાહિર (અનંગ પ્રવિષ્ટ) ગમિક તથા અગમિકના ભેદમાં સમાવેશ સૂત્રકારે કર્યો છે. મૂળનાં નામ પણ જુદા આપ્યાં છે.
+ પહેલે પહોર તથાં ચોથે પહોર સ્વાધ્યાય થાય તેને કાલિક શ્રુત કહીયે.
૦ ભગવાનનાં ચાર બુદ્ધિવાળાં. શિષ્યોની બનાવેલ રચના.