________________
૨૫૦
શ્રી બૃહદ્ જૈને થોક સંગ્રહ ૧ અસંજ્ઞી કાલિકોપદેશ શ્રુત-તે સાંભળે પણ વિચારે નહિ. સંજ્ઞીને છ બોલ છે, તે અસંજ્ઞીને નથી.
૨ અસંશી હેતૂપદેશ શ્રુત-તે સાંભળી ધારી રાખે નહિ.
૩ અસંન્ની દૃષ્ટિવાદોપદેશ શ્રુત-તે ક્ષયોપશમ ભાવે ન સાંભળે. તે ત્રણ બોલ અસંજ્ઞી આશ્રી કહ્યા. એટલે કે અસંશી શ્રત, તે ભાવાર્થ રહિત, વિચાર તથા ઉપયોગ શૂન્ય, પૂર્વાપર આલોચ રહિત, નિર્ણય રહિત, ઓઘ સંજ્ઞાએ ભણે તથા ભણાવે, વા સાંભળે તે માટે અસંશી શ્રુત કહીએ.
૫ સમ્યફ શ્રુત-તે અરિહંત, તીર્થંકર, કેવળજ્ઞાની, કેવળદર્શની, દ્વાદશ ગુણે કરી સહિત, અઢાર દોષ રહિત, ચોત્રીશ અતિશય પ્રમુખ અનંત ગુણના ધારક, તેમના પ્રરૂપેલા બાર અંગ અર્થરૂપ આગમ, તથા ગણધર પુરૂષોએ-શ્રુતરૂ૫-(મૂલરૂપ) બાર આગમ ગુંથ્યા તે, તથા ચૌદ પૂર્વીએ, તેર પૂર્વીએ, બાર પૂર્વીએ, અગીયાર પૂર્વીએ, તથા દશ પૂર્વીએ; જૈ શ્રત તથા અર્થરૂપ વાણી પ્રકાશી તે સમ્યફ શ્રત. દશ પૂર્વમાં ન્યૂન જેને જ્ઞાન હોય, તેમનાં પ્રકાશેલાં સમદ્યુત હોય વા મિથ્યાશ્રુત હોય.
૬ મિથ્યાશ્રુત-તે જે પૂર્વોકત ગુણરહતિ, રાગદ્વેષસહિત પુરૂષોએ પોતાની મતિ કલ્પનાએ કરી, મિથ્યાત્વ દૃષ્ટિએ કરી, જે શાસ્ત્ર રચ્યાં જેવાં કે ભારત, રામાયણ, વૈદ્યક, જ્યોતિષ તથા ૨૯ જાતિનાં પાપશાસ્ત્ર પ્રમુખ ગ્રંથ તે મિથ્યાશ્રુત. તે મિથ્યાત્વ દૃષ્ટિને મિથ્યાશ્રુતપણે પરિણમે. (સાચા કરી ભણે માટે). પણ જો સમ્યક શ્રતની સાથે મેળવતાં જુઠાં જાણી ત્યજે તો સમ્યઋતપણે પરિણમે. તેજ મિથ્યાશ્રુત સમ્યત્વવાન્ પુરૂષને સમ્યફ બુદ્ધિએ કરી વાંચતા સમ્પર્વના રસે કરી પરિણમે તે બુદ્ધિનો પ્રભાવ જાણવો. વળી આચારાંગાદિક સમ્યક શાસ્ત્ર તે પણ સમ્યક્વાન પુરૂષને સમ્યફ થઈ પરિણમે ને મિથ્યાત્વ દૃષ્ટિવાનું પુરુષને તેજ શાસ્ત્ર મિથ્યાત્વપણે