________________
નંદી સૂત્રમાંથી પાંચ જ્ઞાનનું વિવેચન
૨૪૯ ૫ સ્પર્શેન્દ્રિય લબ્ધિ અક્ષર મૃત તે શીત, ઉષ્ણ, આદિ સ્પર્શ થવાથી જાણે જે એ શીત વા ઉષ્ણ છે, માટે તે અક્ષરનું જ્ઞાન સ્પર્શેદ્રિયથી થયું માટે સ્પર્શેન્દ્રિય લબ્ધિ અક્ષર શ્રુત કહીએ.
૬ નોઈદ્રિય લબ્ધિ અક્ષર શ્રુત તે મને કરી ચિતવતાં, વિચારતાં સ્મરણ થયું જે મેં અમુક ચિંતવ્યું વા વિચાર્યું તો તે સ્મરણના અક્ષરનું જ્ઞાન મનથી – નોઈદ્રિયથી, થયું માટે નોઈદ્રિય લબ્ધિ અક્ષર શ્રુત કહીએ. એ લબ્ધિ અક્ષર શ્રુતના છ ભેદ સંપૂર્ણ. ઈતિ અક્ષર શ્રુતના ભેદ.
૨ અનક્ષર શ્રુત - તે અનેક પ્રકારે છે. તે અક્ષરના ઉચ્ચાર કર્યા વિના શબ્દ, છીંક, ઉધરસ, ઉચ્છવાસ, નિઃશ્વાસ, બગાસાં, નાક નિષીકવું તથા નગારાં પ્રમુખનો શબ્દ, નરી વાણી માટે, એને અનાર શ્રુત કહીએ.
૩ સંશી શ્રુત-તેના ત્રણ ભેદ. ૧ સંશી કાલિકોપદેશ. ૨ સંજ્ઞી હેતૂપદેશ. ૩. સંજ્ઞી દૃષ્ટિવાદોપદેશ.
૧ સંજ્ઞી કાલિકોપદેશ-તે શ્રુત સાંભળીને વિચારે તે. ૧ વિચારવું, ૨ નિશ્ચય કરવું, ૩ સમુચ્ચય અર્થનું ગષવું, ૪ વિશેષ અર્થનું. ગવેષવું, ૫ ચિતવવું, ૬ નિશ્ચય કરી વળી વિચારવું, એ છ બોલ. સંજ્ઞી જીવને હોય તે સંજ્ઞી કાલિકો-પદેશ શ્રુત.
૨ સંજ્ઞી હેતૂપદેશ - તે સંજ્ઞી ધારી રાખે.
૩ સંજ્ઞી દૃષ્ટિવાદોપદેશ-તે ક્ષયોપશમ ભાવે સાંભળે. એટલે કે સંજ્ઞી શ્રુત તે શાસ્ત્રને હેતુ સહિત, દ્રવ્ય અર્થ સહિત, કારણ યુક્તિ સહિત, ઉપયોગ સહિત, પૂર્વાપર વિચાર સહિત ભણે, ભણાવે, સાંભળે તે માટે સંશી શ્રુત કહીએ.
૪ અસંશી શ્રતના ત્રણ ભેદ ૧ અઝી કાલિકોપદેશ ૨ અસંશી હેતૂપદેશ ૩ અસંજ્ઞી દૃષ્ટિવાદોપદેશ.