________________
તેત્રિશ બોલ
૨૩૯ કરવો. ૫. સૂત્રાર્થ ગ્રહણ કરવાનો સંગ્રહ કરવો. ૬. શુશ્રુષા ટાળવાનો સંગ્રહ કરવો. ૭. અજ્ઞાત કુળની ગૌચરી કરવાનો સંગ્રહકરવો. ૮. નિર્લોભી થવાનો સંગ્રહ કરવો. ૯ બાવીશ પરિષહ સહવાનો સંગ્રહ કરવો. ૧૦. સરલ નિખાલસ સ્વભાવ રાખવાનો સંગ્રહ કરવો. ૧૧. સત્ય સંયમ રાખવાનો સંગ્રહ કરવો. ૧૨ સભ્યત્વ નિર્મળ રાખવાનો સંગ્રહ કરવો. ૧૩. સમાધિથી રહેવાનો સંગ્રહ કરવો. ૧૪. પંચ આચાર પાળવાનો સંગ્રહ કરવો ૧૫. વિનય કરવાનો સંગ્રહ કરવો. ૧૬. વૃતિ (ધીરજ) રાખવાનો સંગ્રહ કરવો. ૧૭. વૈરાગ્ય રાખવાનો સંગ્રહ કરવો. ૧૮. શરીરને સ્થિર રાખવાનો સંગ્રહ કરવો. ૧૯. સુવિધિસારા અનુષ્ઠાનનો સંગ્રહ કરવો. ૨૦. આશ્રવ રોકવાનો સંગ્રહ કરવો ૨૧. આત્માના દોષ ટાળવાનો સંગ્રહ કરવો. ૨૨. સર્વ વિષયથી વિમુખ રહેવાનો સંગ્રહ કરવો. ૨૩. પ્રત્યાખ્યાન કરવાનો સંગ્રહ કરવો. ૨૪. દ્રવ્યથી ઉપાધિ ત્યાગ, ભાવથી ગર્વાદિકનો ત્યાગ કરવો. ૨૫. અપ્રમાદી થવાનો સંગ્રહ કરવો ૨૬. કાળે કાળે ક્રિયા કરવાનો સંગ્રહ કરવો. ૨૭ ધર્મધ્યાનનો સંગ્રહ કરવો. ૨૮. સંવર યોગનો સંગ્રહ કરવો. ૨૯. મરણ આતંક (રોગ) ઉપજયે મનને ક્ષોભ ન કરવાનો સંગ્રહ કરવો. ૩૦. સ્વજનાદિકનો ત્યાગ કરવાનો સંગ્રહ કરવો. ૩૧. પ્રાયશ્ચિત લીધું હોય તે કરવાનો સંગ્રહ કરવો. ૩૨. આરાધક પંડિતનું મૃત્યુ થાય તેમ આરાધના કરવાનો સંગ્રહ કરવો.
તેત્રિશ પ્રકારે આશાતના - ૧. શિષ્ય રત્નાધિક (વડા-ગુરુ) આગળ અવિનયપણે ચાલે તે આશાતના. ૨. શિષ્ય વડાની બરાબર ચાલે તે આશાતના. ૩. શિષ્ય વડાની પાછળ અવિનયપણે ચાલે તે આશાતના. ૪.૫.૬. એ પ્રમાણે વડાની આગળ, બરાબર ને પાછળ અવિનયપણે ઊભો રહે તે આશાતના. ૭.૮.૯. એ પ્રમાણે વડાની આગળ, બરાબર ને