________________
૨૦૨૨
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ દશ પ્રકારે શ્રમણધર્મ - ૧ ક્ષમા સહન કરતાં શીખવું ? મુત્તિ-નિર્લોભતા રાખવી. ૩ આર્જવ - નિખાલસ - સ્વચ્છ હૃદય રાખવું. ૪ માર્દવ- કોમલ ( ) વિનય બુદ્ધિ રાખવી, અહંકાર મદ નહિ કરવો. ૫ લાઘવે અલ્પ () થોડાં ઉપકરણ - સાધન રાખવાં. ૬ સત્ય સત્યતાથી ( ) પ્રામાણિકતાથી વર્તવું, ૭ સંયમ - શરીર-ઈદ્રિયો વગેરેને નિયમમાં રાખવાં. ૮ તપ - શરીર દુર્બળ થાય તેમ ઉપવાસાદિ તપ કરવો. ૯ ચિયાએ- સમસ્ત પરિગ્રહ ત્યાગરૂપ મૂચ્છરહિત થવું. ૧૦ બ્રહ્મચર્ય - શુદ્ધ આચાર, નિર્મલ પવિત્ર વૃત્તિમાં રહેવું. - દશ પ્રકારે સમાચારી - ૧ આવયું સ્થાનકથી બહાર જવું હોય. ત્યારે ગુરૂ કે ઉપરીને કહેવું કે આવશ્યક મારે જવું છે. ૨ નિષેધિક સ્થાનકમાં આવવું હોય ત્યારે કહેવું કે નિશ્રીત. કાર્ય કરીને હું આવ્યો છું. ૩ આપૂચ્છના. પોતાનું કાર્ય હોય તો ગુરૂને પૂછવું. ૪ પ્રતિપૂચ્છના. બીજા સાધુઓનું કાર્ય હોય ત્યારે વારંવાર ગુરૂને જણાવવા પૂછવું ૫ છંદના. ગુરૂ કે વડાને પોતાની પાસેની વસ્તુ આમંત્રણ કરવી. ૬ ઇચ્છાકાર. ગુરૂ કે વડાને કહેવું : “હે પૂજ્ય ! આપની ઇચ્છા છે - સૂત્રાર્થ જ્ઞાન આપશો ?” ૭ મિથ્યાકાર. પાપ લાગ્યું હોય તે ગુરૂ પાસે મિથ્યા કહી માફ કહેવું. ૮ તથ્યકાર. ગુરૂ કથન પ્રતિ કહે કે આપ કહો છો તેમ કરીશ. ૯ અભ્યત્થાન. ગુરૂ કે વડા આવતાં સાત આઠ ડગલાં સામાં જવું; તેમ જતાં સાત આઠ ડગલાં સુધી મૂકવા જવું. ૧૦ ઉપસંપદા. ગુદિ પાસે સૂત્રાર્થ લક્ષ્મી પામવા હંમેશા તત્પર રહેવું.
અગીયાર પ્રકારે શ્રાવકપ્રતિમા - ૧ પહેલી પ્રતિમા એક માસની. તેમાં શુદ્ધ, સત્ય, ધર્મ રૂચિ હોય, પણ નાના વ્રત ઉપવાસાદિ અવશ્ય કરવાને તે શ્રાવકને નિયમ ન હોય, તે દર્શન શ્રાવક પ્રતિમા ૨ બીજી પ્રતિમા બે માસની. તેમાં સત્ય ધર્મની