________________
૨૧૬
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ પારિણામિક ભાવના ૨ ભેદ, સાદિપારિણામિક, અનાદિ પરિણામિક, સાદિ વિણસે. અનાદિ વિણસે નહિ, સાદિ પારિણામિકના અનેક ભેદ છે. જુની સુરા, મદિરા, જુનો ગોળ, તંદુલ એ આદિ ૭૩ બોલ, ભગવતિની શાખે છે. અનાદિ પરિણામિક ભાવના ૧૦ બોલ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, જીવાસ્તિકાય, કાળ, લોક, અલોક, ભવ્ય, અભવ્ય, એવં ૧૦. ૫.
સન્નિવાઈ ભાવના ૨૬ ભાંગા. ૧૦ દ્વિસંગીના, ૧૦ ત્રિકસંજોગીના, ૫ ચોકસંજોગીના, ૧ પંચસંજોગીનો એવં ૨૬ ભાંગા એનો વિચાર શ્રીઅનુયોગદ્વાર સિદ્ધાંતથી જાણવો. ૬
૧૪ ગુણસ્થાનક ઉપર ૯ ક્ષેપક દ્વાર, પ્રથમ હેતુ દ્વાર : કર્મ બંધના મૂળ હેતુ ૧ મિથ્યાત્વ, ર અવ્રત, ૩ કષાય, અને ૪ જોગ. એ ચાર છે. ઉત્તર હેતુ ૫૭ છે. તે ૫ મિથ્યાત્વ, ૧૨ અવ્રત (છ કાય, ૫ ઈન્દ્રિય, ૧ મન) ૨૫ કષાય અને ૧૫ જોગ એવં પ૭.
પહેલે ગુણ૦ ૫૫ હેતુ તે આહારકના ૨ વર્જીને.
બીજે ગુણ૦ ૫૦ હેતુ તે ૧૨ અવ્રત, ૨૫ કષાય અને ૧૩ જોગ. (તે આહારકનાં ૨ વર્જીન) એવું ૫૦.
ત્રીજે ગુણ૦ ૪૩ હેતુ તે ૧૨ અવ્રત, ૨૧ કષાય (અનંતા, ૪ વર્જીને) ૧૦ જોગ, તે (ચાર મનના, ચાર વચનના, ૧ ઔદારિક અને ૧ વૈક્રિયનો)એવું ૪૩.
ચોથે ગુણ૦ ૪૬ હેતુ તે ૧૨ અવ્રત, ૨૧ કષાય અને ૧૩ જોગ (આહારકનાં ૨ વર્જીને)એવું ૪૬.
પાંચમે ગુણ૦ ૪૦ હેતુ તે ૧૧ અવ્રત, (ત્રસકાય વર્જીને) ૧૭ કષાય (૪ અનંતાનુબંધી અને ૪ અપ્રત્યાખ્યાની વર્જીને)
અને ૧૨ જોગ (૪ મનનાં, ૪ વચનનાં ઔદારિક, ઔદારિક મિશ્ર, વૈક્રિય, વૈક્રિય મિશ્ર) એવં ૪૦.