________________
શ્રી ગુણસ્થાનદ્વાર
૧૯૫
ગુ૦, આઠમું નિયબિાદર ગુરુ, નવમું અનિદિબાકર ગુ), દશમું સૂક્ષ્મ સંપરાય ગુરુ, અગિયારમું ઉપશાંતમોહ ગુરુ, બારમું ક્ષણમોહ ગુ., તેરમું સજોગિ કેવલિગુ, ચઉદયું અજોગિ કેવલિ ગુણઠાણું. એ નામદ્વાર સમાપ્ત.
લક્ષણગુણ ધાર. પહેલા મિથ્યાત્વ ગુણઠાણાનાં લક્ષણ-શ્રી વીતરાગની વાણીથી ઓછું, અધિક, વિપરીત સદહે, પ્રરૂપે, ફરસે, તેને મિથ્યાત્વ કહિયે. ઓછી પ્રરૂપણા તે કેને કહિયે ? જેમ કોઈ કહે જે જીવ અંગુઠા માત્ર છે, તંદુલ માત્ર છે શામા માત્રા છે, દીપક માત્ર છે, તેને ઓછી પ્રરૂપણા કહિયે. ૧. અધિકી પ્રરૂપણા તે કેને કહિયે? એક જીવ સર્વ લોક બ્રહ્માંડ માત્રમાં વ્યાપી રહ્યો છે તેને અધિકી પ્રરૂપણા કહિયે. ૨. વિપરીત પ્રરૂપણા તે કેને કહિયે ? કોઈ કહે જે પંચ ભૂત થકી આત્મા ઉપન્યો છે, અને એને વિનાશે જીવ પણ વિણસે છે, તે જડ છે, તે થકી ચૈતન્ય ઉપજે વિણસે, એમ કહે તેને વિપરીત પ્રરૂપણા કહિયે. ૩. એ મિથ્યાત્વ. એમ નવ તત્ત્વનું વિપરીતપણું સહે, પ્રરૂપે, ફરસે તેને મિથ્યાત્વ કહિયે. જૈન માર્ગે આત્મા અકૃત્રિમ, અખંડ, અવિનાશી, નિત્ય છે, શરીર માત્ર વ્યાપક છે. તે વારે ગૌતમ સ્વામી વંદના કરીને શ્રીભગવંતને પૂછતા હવા. સ્વામિનાથ ! તે મિથ્યાત્વી જીવને શું ગુણ નિપજ્યો? તે વારે શ્રીભગવંતે કહ્યું, તે જીવરૂપ દડીને કર્મરૂપ ગેડિયે કરી ૪ ગતિ, ૨૪ દંડક, ૮૪ લાખ જીવાયોનિમાંહિ વારંવાર પરિભ્રમણ કરે પણ સંસારનો પાર પામે નહિ.
બીજા ગુણઠાણાનાં લક્ષણ - જેમ કોઈ પુરૂષ ખીરખાંડનું ભોજન જમ્યો, ત્યારપછી વમન કર્યું તે વારે કોઈક પુરૂષે પુછ્યું, ભાઈ, કાંઈ સ્વાદ રહ્યો ? ત્યારે કહે જે થોડો સ્વાદ રહ્યો, તે *પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, આકાશ