________________
૧૫૬
શ્રી બૃહદ્
જૈન થોક સંગ્રહ
૧૨ ત્રીજા દેવલોકથી આઠમા દેવલોક સુધીના, નવ લોકાંતિકના, ને બીજા ને ત્રીજા કિલ્વિષી, એ સત્તર જાતિના દેવની વીશ બોલની આગતિ, તે પંદર કર્મભૂમિ, પાંચ સંશી તિર્યંચ, એ વીશના પર્યાપ્તની.
ગતિ ૪૦ બોલની, તે પંદર કર્મભૂમિ, પાંચ સંશી તિર્યંચ, એ વીશના અપર્યાપ્તા અને પર્યાપ્તાની.
૧૩ નવમા, દશમા, અગિયારમાં, બારમા, એ ચાર દેવલોક, નવ ચૈવેયક, પાંચ અનુત્તર વિમાન, એ અઢાર જાતિના દેવની આગતિ, પંદર બોલની તે પંદર કર્મભૂમિના પર્યાપ્તની.
ગતિ ૩૦ બોલની, તે પંદર કર્મભૂમિના અપર્યાપ્તા અને પર્યાપ્તાની.
૧૪ પૃથ્વી, પાણી, વનસ્પતિ, એ ત્રણની આગતિ, બનેં ને તેંતાળીશ બોલની, તે એકસો ને એક મુખ્ય સંમૂર્છિમના અપર્યાપ્ત, ને પંદર કર્મભૂમિના અપર્યાપ્ત ને પર્યાપ્ત એવં ત્રીશ, કુલ એક્સો એકત્રીશ; ને અડતાળીશ જાતિના તિર્યંચ, એવં ૧૭૯, ને ચોસઠ જાતિના દેવ (તે પચીશ ભવનપતિ, છવીશ વાણવ્યંતર, ૫૧, ને દશ જ્યોતિષી, ૬૧, પહેલા કિક્વિષી, ૬૨, પહેલું બીજું દેવલોક, ૬૪) ના પર્યાપ્ત; એવું બસે ને તેંતાળીશ બોલની.
ગતિ ૧૭૯ બોલની તે, એકસો ને એક મનુષ્ય સંમૂર્ણિમના અપર્યાપ્ત, ને પંદર કર્મભૂમિના અપર્યાપ્તને પર્યાપ્ત એવં ત્રીશ કુલ ૧૩૧; ને અડતાળીશ જાતિના તિર્યંચ, એવં ૧૭૯ ની.
૧૫ તેજસ, વાયુની આગતિ, ૧૭૯ બોલની તે ઉપર લખેલ છે તે. ગતિ અડતાળીશ બોલની, તે ૪૮ જાતિના તિર્યંચની.
૧૬ ત્રણ વિકલેંદ્રિયની આગતિ ૧૭૯ બોલની તે ૧૭૯ બોલ ઉપર કહેલ છે તે.