________________
ગતાગતિ
૧૫૫ ૭ સાતમી નરકે સોળ બોલની આગતિ, તે પંદર કર્મ ભૂમિને જળચર એ સોળની, તે મધ્યેની સ્ત્રી મરીને ન આવે, પુરૂષ તથા નપુંસક મરીને આવે.
ગતિ દશ બોલની, તે પાંચ સંજ્ઞી તિર્યંચના અપર્યાપ્તા અને પર્યાપ્તાની.
૮ પચીશ ભવનપતિ, છવીશ વાણવ્યંતર, એ એકાવન જાતિની દેવની આગતિ, ૧૧૧ બોલની; તે ૧૦૧ સંજ્ઞી મનુષ્ય, પાંચ સંજ્ઞી તિર્યંચ પંચેંદ્રિય અને પાંચ અસંજ્ઞી પંચેન્દ્રિય, એવું ૧૧૧ ના પર્યાપ્તાની.
ગતિ ૪૬ બોલની તે પંદર કર્મભૂમિ, પાંચ સંજ્ઞી તિર્યંચ એવે વીશ, બાદર પૃથ્વીકાય ૨૧ બાદર અપકાય ૨૨, બાદર વનસ્પતિકાય ૨૩, એ ત્રેવીશના અપર્યાપ્તા અને પર્યાપ્તાની.
૯ જ્યોતિષી અને પહેલા દેવલોકે ૫૦ બોલની આગતિ, તે પંદર કર્મભૂમિ, ત્રીશ અકર્મભૂમિ, પાંચ સંશી તિર્યંચ, એવં પચાસ પર્યાપ્તાની.
ગતિ ૪૬ બોલની, તે ભવનપતિ પ્રમાણે,
૧૦ બીજા દેવલોકે ચાળીશ બોલની આગતિ, તે પંદર કર્મભૂમિ, પાંચ સંજ્ઞી તિર્યંચ, એ વિશ ને ત્રીશ અકર્મભૂમિમાંથી પાંચ હેમવય, પાંચ હિરણ્યવય એ દશ બાદ કરતાં, બાકીના વીશ, એવં ચાળીશ પર્યાપ્તની.
ગતિ ૪૬ બોલની, તે ભવનપતિ પ્રમાણે.
૧૧ પહેલા કિલ્વિષીમાં ત્રીશ બોલની આગતિ, તે પંદર કર્મભૂમિ પાંચ સંશી તિર્યંચ, પાંચ દેવકુફ, પાંચ ઉત્તરકુરૂ, એવું ત્રીશના પર્યાપ્તની.
ગતિ ૪૬ બોલની, તે ભવનપતિ પ્રમાણે.