SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ ] સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન પણ ઉત્પત્તિ વગેરે ભૂલી જાય, જંગલની સ્વતંત્રતા ભૂલી જાય. દોડીને ખીલે આવે. અડફટમાં માણસ આવે તો પડી જાય. લાલચમાં જેવી જાનવરની તેવી આપણી દશા થાય. આને તો લાલચ સાથે મમતા, મારાપણું, કાકા, મામા, બધામાં મારાપણું. આ બધા ખીલા લાગ્યા પછી શું થાય? શી રીતે ખસે ? ત્રણે પગથિયે જીવની સ્થિતિ હવે મૂળવાત પર આવે. અનાદિ કાળથી આ જ વિષયની પ્રાપ્તિ તરફ ઈષ્ટતા ગણી છે. ઈષ્ટ વિષયને મેળવવા માટે. અનિષ્ટને દૂર કરવા મથ્યા છે, તેમાં કાળ ગુમાવ્યા છે, પણ છૂટે તે કલ્યાણ એમ થયું નથી. પહેલે પગથિયે જીવ આવે તો શું થાય? ઇષ્ટ વિષ પ્રાપ્ત થાય તેમાં જેવી ખુશી, અનિષ્ટ વિષય ખસે તેમાં જેવી ખુશી. તેવી જ ખુશી દાન, શીલ, તપ, ભાવને અંગે થાય, તેવી જ ખુશી મોક્ષ માર્ગને અંગે, સમ્યગ્દર્શન વગેરે અંગે થાય ત્યારે પહેલું પગથિયું. કઈ અર્થ લાગતાં, “યમ” આ સાધ્ય લાગતું. જેવી રીતે કુંટુંબકબીલાને અંગે જે અંશે પ્રીતિ તેટલા અંશે દેવ, ગુરુ, ધમને અંગે પ્રીતિ થાય. વિવાહને અંગે પ્રીતિ, તેવી ઓચ્છવને અંગે થાય તો પહેલું પગથિયું બીજા પગથિયે “શ પામે આ પરમાર્થ. દેવ, ગુરુ, ધર્મનું આરાધન, દાન, શીલ, તપ, ભાવની પ્રવૃત્તિ સરવાળે હિસાબમાં આવવાવાળી છે એમ થાય ત્યારે બીજું પગથિયું. આ નિગ્રંથપ્રવચન જ પરમાર્થ છે–આમ થાય ત્યારે બીજું પગથિયું આવ્યું, ત્રીજું નહિ. આ બ ફળ તરીકે કહેવાનાં. ખરેખર હેય તે આ આ બધાં જુલમગાર, સંસારમાં જેટલી મારી પ્રવૃત્તિ, તે મારા આત્માને ફસાવનારી જુલમગાર છે. દાન, શીલ, તપ, ભાવ, સમ્યગ્દર્શન વગેરે સિવાય જે કરું તે મેતને નેતરું છે. આ સિવાય જે કાંઈ કરું તે મોતને નેતરું છે. બકરી બેવકુફ. ધૂળથી ઢંકાયેલી
SR No.022931
Book TitleMahavrato Ane Adhyatmik Lekhmala
Original Sutra AuthorN/A
AuthorSha Ratanchand Shankarlal
PublisherSha Ratanchand Shankarlal
Publication Year1952
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy