________________
સાતમે
૧૦૯
અને ધન વયેથી સાધ્ય છે, તેમાં આળસ કરે જોઈએ નહિ. જેમ બીજ પણ વૃષ્ટિ અને વાયુ વિગેરે રૂપ સામગ્રીના સભાવથી જ ફલ નિષ્પન્ન કરવામાં સમર્થ નિવડે છે અને તે સામગ્રી વિના ફળ નિષ્પન્ન કરવામાં સમર્થ નિડતું નથી, તેમ આ શ્રી કલ્પસૂત્રનું શ્રવણ પણ દેવપૂજા, ગુરૂપૂજ, પ્રભાવના અને સાધર્મિક ભક્તિ આદિ સામગ્રીના સદ્દભાવ યોગે જ યક્ત ફળની પ્રાપ્તિનું કારણ બની શકે છે. આથી, મુમુક્ષુ આત્માઓએ પિતાની શરીર સંબંધી શક્તિને અને ધન સંબંધી શક્તિને ગોપવ્યા વિના દેવપૂજા, ગુરૂપૂજા, પ્રભાવના સાધર્મિક ભક્તિ અને તપ કરવા પૂર્વક શ્રી કલ્પસૂત્રનું શ્રવણ કરવું જોઈએ. શ્રી કલ્પસૂત્રની “સુબોધિકા” નામની ટીકામાં ફરમાવે છે કે-“અસ્મિન વાર્ષિક પર્વણિ કલ્પશ્રવણવત ઈમાન્યપિ પંચ કાર્યાણિ અવશ્ય કાર્યાણિ. તધથા-ચૈત્યપરિપાટી, સમસ્તસાધુવંÉ સાંવત્સરિકપ્રતિક્રમણું, મિથ: સાધર્મિકક્ષામણું અષ્ટમં તપશ્ચ એષાં અપિ કલ્પશ્રવણવદ્વાંછિતદાયકવું અવશ્યકર્તવ્યત્વ જિનાનુજ્ઞાતવં ચ યમ ” ચૈત્યપરિપાટી, સર્વ સાધુઓને વંદન, સંવત્સરી પ્રતિક્રમણ, પરસ્પર સાધર્મિકો સાથે ક્ષમાપના અને અમને તપ–આ પાંચ કાર્યો પણ શ્રી પર્યાવણના પર્વમાં શ્રી કલ્પસૂત્રનું શ્રવણ કરવાની માફક અવશ્ય કરવા લાયક છે. આ કાર્યોનું પણ કલ્પશ્રવણની માફક વાંછિતફલદાયકપણું અને અવશ્ય કર્તવ્યપણું ભગવાન શ્રી જિનેશ્વર દેએ કહેલું છે.