________________
૧૦૪
પર્યુષણ પર્વનાં
લેખકઃ દેવ-ગુરૂ-ધર્મનું આના જેવું મંગલમય અને મંગળકારી વાંચન અને શ્રવણ બીજી કઈ હોઈ શકે જ નહિ. સામાન્ય રીતિએ “મંગલ' શબ્દનો પ્રયોગ કલ્યાણસૂચક અર્થમાં થાય છે, પરંતુ સર્વોત્તમ મંગલ તો તેજ કહેવાય, કે જેના વેગે સર્વોત્તમ કોટિનું મંગલ સધાય. જેઓને કોઈ પણ પ્રકારની અભિલાષા છે, તેઓને મંગલની અભિલાષા તે છે, છે ને છે જ. અભિલાષા હોય અને મંગલની અભિલાષા ન હોય એ બનવાજોગ નથી. જગતના જીવો મંગલના તે એવા અભિલાવી છે કે-વાતવાતમાં શકુન શોધે છે. કયાંક જવું હોય તે દહીં, ગળ વિગેરે ખાઈને નીકળે છે. એ બધા દ્રવ્યમંગલ છે. ભાવમંગળ તે આત્માની પિતાની સાચી શુદ્ધિ ઉપર આધાર રાખે છે, આત્માની પિતાની સાચી શુદ્ધિ એ જ સાચું મંગલ છે અને કદી પણ નિષ્ફળ નિવડે નહિ એવું મંગલ છે આત્માની શુદ્ધિ એ પોતે જ અપમંગલ રૂપ છે. પોતે અપમંગલ સ્વરૂપ હોવા છતાં પણ બહારના મંગલને શોધાય, એ એક પ્રકારની ઘેલછા જ છે, પરંતુ અજ્ઞાન છે પાસેથી ઘેલછા સિવાયની આશા પણ શી રખાય ? પોતે અપમંગલ સ્વરૂપ હોવા છતાં પણ બહારના મંગલને શોધે અને બહારના મંગલના યોગે સફળતા મળી એવું પણ કેટલીક વાર લાગે, પરંતુ એ સફલતા વસ્તુતઃ તે પૂર્વકૃત ભાવમંગલને જ આભારી હોય છે. પુણ્ય વિના સફલતા મળતી જ નથી અને પુણ્ય બંધાય છે. કાંઈક ને કાંઈક ધર્મ કર્યો હોય તે જ એટલે જેઓ સક્ષ્મ બુદ્ધિથી વિચારણા કરી શકે છે, તેઓ તે સમજી જ શકે કે બહારના મંગલને પણ જ્યારે આભ્યન્તર મંગલ એટલે કે ભાવમંગલ સહાયક બને છે. ત્યારે જ તે બાહ્ય મ ગલ મંગલનું કારણ બની શકે છે. એવી જ રીતિએ ભાવમંગલને અંગે પણ સમજવાનું છે. પૂર્વકાળમાં મહા અપમંગલરૂપ બહુ પાપકર્મોનો સંચય કરેલ હોય તે ભાવમંગલ તતકાલ ધાર્યું ફલ આપનારૂં ન પણ બની શકે, વર્તમાનમાં પતે આત્માની સાચી શુદ્ધિના ભાવમાં રમત હોય, પરંતુ પૂર્વ સંચિત કરેલ જોરદાર પાપકર્મો ઉદયમાં વર્તતાં હેય, તે એ