________________
લેખાંક છો
મુમુક્ષુ બનેલા આત્માઓએ પણ શુદ્ધ મોક્ષમાર્ગને સેવવાની લાયકાત પહેલાં
કેળવવી જોઈએ એક્ષને મેળવવાને માટે પ્રયત્નશીલ બનવાને ઇચ્છિતા પુણ્યા
"ત્માઓએ શ્રી વીતરાગ અને સર્વજ્ઞ બનેલા પરમ આત્માઓએ જે ઉપાયને દર્શાવ્યો છે તે ઉપાયને સેવનાર બનવું જોઈએ. પરંતુ એ ઉપાયને સેવનારા બનવાને માટે એ ઉપાયનું જ્ઞાન પણ આવશ્યક છે. અને એ ઉપાયને સેવવાની પિતામાં - લાયકાત હેવી એ પણ આવશ્યક છે. શ્રી વીતરાગ અને સર્વજ્ઞ બનેલા પરમ આત્માઓએ મેક્ષને મેળવવાને માટે જે ઉપાય દર્શાવ્યો છે તે ઉપાયને જાણ્યા વિના જેમ મેક્ષની સાધના ધઈ શકે નહિ, તેમ તે ઉપાયને જાણવા છતાં પણ આપણામાં જે તે ઉપાયને આચરવાની લાયકાત ન હોય તે આપણે તે ઉપાયને યથાર્થપણે આચરી શકીએ નહિ. દરેકે દરેક વસ્તુ પાત્રને પામીને જ ફલવતી બની શકે છે. કુપાત્રે પડેલી સારામાં સારી વસ્તુ પણ ખરાબમાં ખરાબ વસ્તુ કરતાંય વધારે ખરાબ પરીણામને નીપજાવનારી બને છે. સુપાત્રે પડેલુ જ્ઞાન તે જ્ઞાનીને અને બીજા પણ અનેકેને તારનારૂ નીવડે છે જ્યારે