________________
દર
' પર્યુષણ પર્વમાં
લેખાંકઃ
ગુણોથી યુક્ત છે. આવા પણ જીવ ઉપર આજે કર્મસત્તાનું સામ્રાજ્ય પ્રવર્તી રહ્યું છે. નિત્ય જીવવાના સ્વભાવવાળા આપણે જન્મીએ છીએ, અમુક કાળ જીવીએ છીએ અને મરીએ છીએ, ફેર પાછા જન્મીએ છીએ અને અમુક કાળ જીવીને મરીએ છીએ, અનંત જ્ઞાનાદિ ગુણેના સ્વામી આપણે કેટલા બધા અજ્ઞાન આદિ છીએ? તમે ગમે તેટલું ભણેલા હે, ગમે તેવા મોટા વિદ્વાન હો પણ તમારું જ્ઞાન કેટલું ? જ્ઞાન કેટલું હોઈ શકે એ વિચારે અને તમને જ્ઞાન કેટલું છે એ વિચારે, જગતના કેઈપણ પદાર્થના કેઈપણું સૂક્ષ્મમાં સૂક્ષ્મ પર્યાયનું પણ જ્ઞાન જેને ન હોય તેને સર્વ કહી શકાય નહી. હવે અનન્તાનન્ત જીવો અને અનન્તાન્ત જો એ સર્વનું એવું જ્ઞાન કે એ સર્વમાં જે એકએકના અનન્તાનઃ પર્યાયે તેમાંના એક પણ પર્યાયનું જ્ઞાન નહિ એવું નહીં. એટલા બધા જ્ઞાનની પાસે આપણું જ્ઞાન કેટલું ? સાગરમાં બિન્દુ જેટલું પણ નહિ, આમ છતાંય કેટલાકને પોતાના જ્ઞાનને ઘમંડ કેટલો મટે? એટલે આ બધું એ સૂચવે છે કે-છવ જેમ નિત્ય છે, તેને પરિણામી પણ છે. જીવનું સ્વભાવસિદ્ધ સ્વરૂપ સર્વથા નષ્ટ થઈ જતું નથી. પણ જીવનું સ્વભાવસિદ્ધ સ્વરૂપ લગભગ નષ્ટ થઈ ગયું હોય, એવી અવસ્થાવાળા પણ જીવ બને ખરે. એ પ્રતાપ જીવની કર્મબદ્ધતાને છે, એટલે આપણે માટે જે કઈ પણ વસ્તુ નિવારવાને યોગ્ય હોય, તે તે
પણી કમબદ્ધતા જ છે, કારણ કે આપણા સાચા સ્વરૂપને કર્મબદ્ધતાએ દાબી દીધું છે. સદ જીવતા રહેવાના સ્વભાવવાળા આપણને મરણ પામવું પડે છે, સદા સુખી રહેવાના સ્વભાવવાળા આપણને દુઃખી થવું પડે છે અને સદા સ્થિર રહેવાના સ્વભાળા આપણને દેવ અનુષ્ય તિચિ નરકગતિમાં રખડવું પડે છે, આ બધું આપણી કર્મબદ્ધતાને જ આભારી છે.