SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ ] સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન મારે બોલવું જોઈએ. જેટલો સમય બોલું તેટલો વખત વ્રત, ન બોલું તેટલે વખત ખંડન ? સાચું બોલવું તેની પ્રતિજ્ઞા છેને ? સાચું છૂપાવવું નહિ. સત્ય બલવાની વાત રાખવામાં આવે તે જિંદગીમાં એક બદામ જેટલું પળાય, બાકી રૂપિયા જેટલો વ્રતનો ભાગ તોડાય. કેવળજ્ઞાની માટે ટાંકણું એટલે પળાય, દરિયા જેટલું તેડાય. કેવળજ્ઞાની બેલે અમુક. જણે લોકાલોક. સાચું જ બોલવું જોઈએ એ વ્રત થઈ શકે નહિ. બલવું તે સાચું બોલવું એટલે નિયમ કરવામાં આવે તે વાંધે મેટે આવે. દરિદ્ર મનુષ્ય છે. બાપે નામ રાખ્યું છે ધનરાજજી. તમે ધનરાજજી બોલી શકે નહિ. આંધળી બાઈને સૂરજ ન કહી શકો. મૂળભાષા ચાર–સત્ય, અસત્ય, વ્યવહાર, મિશ્ર. કહેવું પડે કે વ્યવહાર ભાષા ઉપર આખું જગત. દુર્ગતિગામી જીવ ક્યાંસુધી રખડશે ? લાલચંદભાઈએ મણિભાઈને કહ્યું આવજે, એટલે વચન જૂઠું પડયું ને ? જે સત્યનું સ્વરૂપ સમજતા નથી તે આત્માને ફૂટે તેમાં વળે શું? પરલોકને આરાધવાવાળી ભાષા તે સત્ય. લોઢું કાળું, એને પરલોકને સંબંધ છે? સત્યનું સ્વરૂપ ખ્યાલમાં આવ્યું નથી. સત્યામૃષા, અસત્યામૃષા કોને કહેવી ? આ વિચાર કરવાની જરૂર છે, પણ તે સમજાય ક્યારે ?
SR No.022931
Book TitleMahavrato Ane Adhyatmik Lekhmala
Original Sutra AuthorN/A
AuthorSha Ratanchand Shankarlal
PublisherSha Ratanchand Shankarlal
Publication Year1952
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy