SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ ] સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન દેડાડ કરવી પડે. ગોશાલે શરીર અને આત્માને નોખા સમજતો ન હતે. પિતાના પર આવી ત્યારે ભાગે. પિતાની પાસે અગ્નિ આવ્યો છતાં ન ખસ્યા હોય તે ત્રિશલાનંદન મહાવીર. છદ્મસ્થપણામાં અગ્નિ સળગે હતિ, ઢીંચણ સુધી બળી ગયા હતા. ગોશાલે ખસી ગયો. તેમ શરીર અને આત્મા જુદો છે એમ વાત કરતાં બધાને આવડે છે. એકે એક મતવાળા કહે છે અને આપણા મતવાળા પણ કહે છે, પણ જ્યાં ક્રાઈસીસ આવે ત્યાં તડાતડ ગણવા માંડે ત્યારે દુનિયા બેક કહે. શરીર અને આત્મા જુદાં છે, એ પિોકાર્યા કામ ન લાગે. શરીરને છેદાવાનો, ભેદાવાને પ્રસંગ આવે ત્યારે આત્મા સ્થિર ઊભો રહે તે જાણવું કે શરીર અને આત્માને જુદાં સમજે છે. નિશ્ચય એ તે ખડાઉતારની હુંડીવાળા તું ભેદજ્ઞાનમાં ઊંડો ઊતર્યો છે તે હવે તને તપસ્યામાં શું નડે છે નિશ્ચયવાળાને શું નડે છે? કલિજુગના નિશ્ચયવાળા કે જેને વ્યવહારવાળા કરતાં શરીરને બમણું બાઝવું છે અને બનવું છે નિશ્ચયવાદી. શુદ્ધમાં શુદ્ધ નિશ્ચય નએ મોક્ષ ક્યાં મા ? સંયમ એ જ નિર્વાણ. - જુસત્રની અપેક્ષાએ નિગ્રંથપ્રવચન એ મોક્ષમાર્ગ છે. જ્યારે શાસ્ત્રની અપેક્ષાએ સંયમને ટકાવનાર એ જ મોક્ષમાર્ગને ટકાવનારા. નિશ્ચય એ સંજમ વગરના જ્ઞાનને માનતું નથી. સામાન્ય બજારમાં આદમીને ઊભો રાખવો છે. વાયદો કરનારને ડાધ તે લાગી જાય. વ્યવહારવાળે એટલે કાંધા કરનાર, કાં મુદતીઓ-આજ નહિ કાલ આવજે. કરવું છે, ર્યા સિવાય છૂટકો નથી. પાંચસો તે લે ઉપાડવાળો નથી. એ શાહુકાર જુદો. કાલે કે બે દહાડે કહે તે પેઢી બંધ. ભલે બંધ ન થાય પણ પાયરી તે ઊતરે છે. અર્ધપુદ્ગલની હુંડીઓ લખવાવાળે (વ્યવહાર સમિતિવાળ) ચારિત્ર લેવું ખરું પણ અર્ધપુદ્ગલપરાવર્તામાં લેવું. આથી વ્યવહારવાળે એ મુક્તીઆ હુંડીવાળો છે. નિશ્ચયવાળ ખડા
SR No.022931
Book TitleMahavrato Ane Adhyatmik Lekhmala
Original Sutra AuthorN/A
AuthorSha Ratanchand Shankarlal
PublisherSha Ratanchand Shankarlal
Publication Year1952
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy