SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન માત્ર જાણવાથી નહિ પણ પ્રવૃત્તિ કરવાથી કાય બને પ્રતિજ્ઞા કરવાનો વખત ક્યારે આવે ? પ્રતિજ્ઞા કરવાની જરૂર છે એવું જ્ઞાન લો ત્યારે. “જ્ઞra” ના પ્રાણોના ભેદને નાશ થતે જાણીને, હિંસા રોકવાનું જાણીને પ્રતિજ્ઞા કરે. હવે પ્રતિજ્ઞા કરવાથી તરી ગયા નથી, જે તેમ હોત તે પછી અનંત પ્રતિપાતીઓ હોત જ નહિ. અભવ્ય કરતાં અનંતગુણી પ્રતિપાતીની સંખ્યા છે. પ્રતિજ્ઞા કરવા માત્રથી બચાવ થતો હોય તે અનંત બચેલા છે. જાણવા માત્રથી બચાવ નથી. કોડ વિચારી લીધા, જ્ઞાન કરેડનું થયું પણ તેથી કરડે મળતા નથી. જ્ઞાન તે થઈ ગયું છે. દવા, ભોજનનું જ્ઞાન થઈ ગયું. દવાના જ્ઞાન માત્રથી રોગની શુદ્ધિ થતી નથી. એને લાયકની પ્રવૃત્તિ કરે ત્યારે કાર્ય બને. જ્ઞાન માત્રથી સિદ્ધિ નથી. જાણીને અંગીકાર કરો. દાંડો આવી ગયું તેથી બસ નથી. અનંતા જેવો છે. તેમ જાણો, પ્રતિજ્ઞા કરો અને હિંસા ન કરો ત્યારે વિરમણ કહેવાય. કર્મ બાંધ્યાં પ્રમાણે ભેગવવાં પડે એ નિયમ નથી જાણે, વર્તમાનકાળમાં ન કરો, ભવિષ્યમાં ન કરે પણ ભૂતકાળમાં જે કર્મબંધન થયાં હતાં, તેમાં હિંસા થઈ તે કર્મોનું શું થાય ? “સો ઉંદર મારીને બિલ્લીબાઈ હજ કરવા ચાલ્યા!” એ કર્મો તે ભોગવવા પડશે. બાંધ્યા પ્રમાણે કર્મ ભોગવવાં જ પડે આ નિયમ નથી. જે બાંધ્યા પ્રમાણે-જેવી રીતે બાંધ્યા તેવી જ રીતે કર્મ ભાગવવાં પડતાં હોય તે સમ્યફવથી એક પણ જીવ મોક્ષે જવો જોઈએ નહિ. સમ્યકત્વ પામ્યા પછી સીત્તેર કડાકોડી સાગરોપમની અંદર કોઈ જવ મોક્ષે જવો જોઈએ નહિ. તમારા હિસાબે જેવું બાંધ્યું તેવું ભોગવવું પડે. સમકિત પામે જ નહિ. જે પ્રમાણે બાંધ્યાં તે પ્રમાણે ભોગવાય તે સમકિત પામવાના વખત ન આવે.
SR No.022931
Book TitleMahavrato Ane Adhyatmik Lekhmala
Original Sutra AuthorN/A
AuthorSha Ratanchand Shankarlal
PublisherSha Ratanchand Shankarlal
Publication Year1952
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy