________________
૨૧૨ ] સ્થાનાંગસૂત્ર
વ્યાખ્યાન લીધેલી. જે ત્રસમાં આરંભથી છૂટી તે બાબત. આટલા સિવાય મારે કરવું જ નહિ કે જે સંકલ્પ નકામા થાય છે તેને માટે ક્ષેત્રમંતરની હિંસા છોડવા દિશાપરિમાણ. ક્ષેત્રની હિંસામાં ગોપભોગ. ક્ષેત્રને અંગે નિયમિતપણું ન હોય તે મહાજનને સાંઢ. ઘરધણીને સાંઢ સીધે ખીલે આવશે. જે ક્ષેત્ર રાખ્યું છે તેમાં નિરંકુશપણે વર્તનારા માટે ભોગપભોગપરિમાણથી બંદોબસ્ત કર્યો. મન માને તેમ ખાવું, મન માને તેમ કરવું, તેને માટે ભોગપભોગ નિયમિત કર્યા. ભોગપભોગ નિયમિત કર્યા છતાં કેટલીક વસ્તુ વગર ઉપભોગે દંડ લેવાને બહુ છે. જેમ કાયાથી ટેવ પડી ગઈ છે તેમ વચનથી ટેવ પડી ગઈ છે. નુકશાન થતું હોય તે સામાયિકમાં બેઠેલાનું ચિત્ત જાય છે. નથી બોલવું છતાં બોલી જવાય છે. કમ રહેવાવાળી ચીજ, ઉદ્યમ તો નાશ પામવાવાળી ચીજ
કાયાના વ્યસનને અંગે નીસરણીને દાખલે. મનમાંકડાનું વ્યસન વિચિત્ર છે. નસીબમાં જે હશે તે થવાનું છે એમાં આપણે ઉત્તમ રતીભર કામ કરવાનું નથી. ધર્મિષ્ઠને ઘેર ઉપજવું તેમાં તમારા હાથમાં લેશ પણ નથી. આ ભવમાં ઉદ્યમને જરા આગળ લાવી શકા છે, પણ ભવાંતરમાં ઉદ્યમને આગળ લાવી શકે તેમ નથી. દલાલ વિના કાંઈ બની શકે તેમ નથી. માલ વિના દલાલ વેપાર કરાવી દેતા નથી. દલાલ વિના વેપાર થતો નથી. માલ વિના દલાલ આંગણે ચઢતા નથી. દલાલનું કર્મ, ઉદ્યમ અમારે. મુખ્યતા દલાલની. દલાલ જે ધારે તે બીજું જ કરે. માલ વગરનાને ઊંચો લાવે, માલવાળાને બેસાડી દે. આ દલાલની શક્તિની વાત છે. ઉદ્યમ તે આજ જિંદગીમાં નાશ પામવાને. આજ દાન દીધું, પલક પછી શું છે? ઉદ્યમ તો ક્ષણનાશી છે. ઉદ્યમ ટકવાવાળી ચીજ નથી. જે ઉદામ થતા જાય છે તે નાશ પામે છે. ક્રિયાકાળ ક્ષણિક, કર્મકાળ સિત્તેર સાગરાપમ સુધી. કર્મ રહેવાવાળી ચીજ છે, ઉદ્યમ નાશ પામવાવાળી ચીજ છે. આ જિંદગીને અંગે ઉદ્યમને આગળ કરી શકીએ.