SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨] સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન રાન ભાડૂતી હેય તે જ્ઞાન થવા પહેલાં પણ પાપ લાગે મોહને મારવાને વખત કયારે આવે ? ભવાંતર છેડનાર થાય. ત્યારે. જ્ઞાન ભાડૂતી હેય તે જ્ઞાન થવા પહેલાં પાપ લાગે. ક્રિયા ભાડૂતી ન ચાલે, માટે આચારની, ક્રિયાની પહેલી જરૂર. આથી અગિયાર અગેની રચના કરી–આચારાંગની પહેલી સ્થાપના કરી.. આથી આચારની કિંમત સમજાશે. તે સમજાશે ત્યારે મહાવ્રતની કિંમત સમજાશે. યાખ્યાન : ૩૫ સમર્થને એકલાને જ તારવા એમ નહિ ગણધર મહારાજા શ્રીમાન સુધર્માસ્વામીજી મહારાજ ભવ્યોના ઉપકાર માટે, શાસનના હિત માટે, મેક્ષપાની પ્રવૃત્તિ માટે દ્વાદાગીની રચના કરતા થકા પ્રથમ ચૌદ પૂર્વોની રચના કરી, દૃષ્ટિવાદ-બારમા અંગની રચના કરી. તેમાં સર્વ જગતની હકીકત આવી ગઈ. અગિયાર અંગની રચના એટલે પીસ્ટપેષણ, રાંધેલાનું રાંધવું છે. શંકા– જે ચૌદ પૂર્વમાં બધી હકીકત આવી ગઈ છે અગિયાર અંગ શા માટે કર્યા? સમાધાન–એક જ કારણ. શાસનની પ્રવૃત્તિ. બીજ બુદ્ધિવાળા, કેન્ડબુદ્ધિવાળા, પદાનુસારી બુદ્ધિવાળા એકલા પુરુષ ઉપર રહેલી નથી. એવાએ શાસન–ોરી છે, શાસન ચલાવનારા છે, પણ એટલા માત્રનું નામ શાસન નથી. તેઓ એક પદ ઉચ્ચારણ કરવાથી આગળના, પાછળના બધા અધિકાર કહી દે. જે વિદ્યા જન્મમાં ન સાંભળી હોય પણ એક પદ કહેવાય તે આખા વિદ્યા કહી દે, આવી બુદ્ધિવાળા. કોઠારમાં બીજ નાંખીએ, બે ચાર મહિને કાઢીએ. તે તેવું ને તેવું, વગર સંભારે તેવું ને તેવું યાદ રહે. આપણે તે ત્રણ ૫ખવાડિયાં ન સંભારીએ તો વીસરી જવાય. બીજ બુદ્ધિવાળા તે એક અક્ષરથી આખું સંભારી આપે. આવા પુરુષોમાં વજસ્વામીનું દષ્ટાંત દીધું છે. ત્રણ વરસમાં ઘોડિયામાં પડયા, બીજા ભણે ને પિતાને
SR No.022931
Book TitleMahavrato Ane Adhyatmik Lekhmala
Original Sutra AuthorN/A
AuthorSha Ratanchand Shankarlal
PublisherSha Ratanchand Shankarlal
Publication Year1952
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy