________________
૫૯૧ મૂલ ઉત્તર ગુણ સંગ્રહ કરતા, તજતા ભિક્ષા દે; પગ પગ વ્રત દૂષણ પરિહરતા, કરતા સંયમ પિ.ધન્ય. ૪ મોહ પ્રતે હણતા નિત આગમ, ભણતા સદ્ગુરુ પાસે, દૂષમ કાલે પણ ગુણવંતા, વરતે શુભ અભ્યાસે. ધન્યત્ર ૫ છ હું ગુણઠાણું ભવ અડવી, ઉલંઘણ જેણે લહિ8; તસ ભાગ સકલ મુખ એકે, કેમ કરી જાએ કહિઉં.ધન્ય ૬ ગુણઠાણાની પરિણતિ જેહની, ન છીપે ભવ જ જાલે; રહે શેલડી ઢાંકી રાખી, કેતે કાલ પાલે? ધન્ય. ૭ તેહવા ગુણ ધરવા અણધીરા, જે પણ સુધું ભાખી; જિનશાસન ભાવે તે પણ, સુધા સંગ પાખી. ધન્ય૦ ૮ સદ્ધહણ અનુમોદન કારણ, ગુણથી સંયમ કિરિયા; વ્યવહારે રહિયા તે ફરસે, જે નિશ્ચય નય દરિયા. ધન્યત્ર ૯
કરકારથકી પણ અધિકા, જ્ઞાન ગુણે ઈમ તેહે; ધર્મદાસગણ વચને લહિયે, જેહને પ્રવચન નેહો. ધન્ય. ૧૦ સુવિહિત ગ૭ કિરિયાને ધરી, શ્રી હરિભદ્ર કહાય; એહ ભાવ ધરતા તે કારણ, મુઝ મન તેહ સુહાય. ધન્ય. ૧૧ સંયમ ઠાણ વિચારી જતાં, જે ન લહે નિજ સાખે; તે જૂ હું બોલીને દુરમતિ, શું સાધે ગુણપાખે? ધન્ય. ૧૨ નવિ માયા ધમે નવિ કહેવું, પરજનની અનુવૃત્તિ, ધર્મ વચન આગમમાં કહિયે,કપટ રહિત મનવૃત્તિ. ધન્ય૦૧૩ સંયમ વિણ સંયતતા થાપ, પાપ શ્રમણ તે ભાગે; ઉત્તરાધ્યયને સરલ સ્વભાવે, શુદ્ધ પ્રરૂપક દાખે. ધન્ય૦૧૪