________________
૨૮૮
અર્થાત્ આ રૌદ્ર ધ્યાન કરવા તે અપધ્યાન કહેવાય. આવું અપધ્યાન કરવું નહિ.
૨પાપપદેશ-જે સૂચના સલાહ કે શિખામણ આપવાથી અન્યને આરંભ સમારંભ કરવાની પ્રેરણા મળે તે પાપપદેશ. જેમકે-બળદેને દમન કરે, ઘડાઓને ષઢ (નપુંસક) કરે, વૈરીઓનું નિકંદન કાઢશસ્ત્ર અeત્રને તેજ કરે, વિગેરે કહેવું તે અનર્થદંડ છે.
જેની જવાબદારી પિતાના માથે નથી તેવાઓને આવા શબ્દ કહેવા તે પાપપદેશ છે.
૩ હિંસપ્રદાનગાડું, હળ, શસ્ત્ર, અગ્નિ, સાંબેલું, ખાંડણિયે, વગેરે હિંસામાં કારણભૂત વસ્તુઓ દયાળુ શ્રાવકે, વગર પ્રજને બુદ્ધિનું ડહાપણ વાપરવા કે લેકમાં સારા થવા માટે બીજાને ન આપવી.
૪ પ્રમાદાચરણ-કુતૂહલથી ગીત, નાચ અને નાટક વિગેરે જેવાં નહિ, વિકાર પિષક કામશાસ્ત્રમાં આસકિત રાખવી નહિ, જુગાર અને મદિરાદિનું સેવન કરવું નહિ, જળકિયા હિંડોળા વગેરેની ક્રીડા અને આપસમાં જનાવરનાં યુદ્ધ કરાવવાં નહિ. દુશ્મનના પુત્ર પરિવાર ઉપર વર વાળવું નહિ, ખાનપાન સંબંધી, સ્ત્રી સંબંધી, દેશ સંબંધી તથા રાજ્ય સંબંધી નિરર્થક ચર્ચા કરવી નહિ. રેગ અને રસ્તાના પરિશ્રમ વિના આખીરાત સુઈ રહેવું નહિ તેમજ શ્રી જિને
ધ-૧૯