________________
૨૩૨
હે જિનેન્દ્ર ! આજે આપના દર્શનથી હું પુણ્યવાન બ, મારા સઘળાં પાપ નાશ પામ્યાં અને ત્રણે ભુવનમાં હું પૂજ્ય બન્યું. (૧૬)
ગદ્ય મિથ્યાવાર, તા જ્ઞાતિવારી उदितो मच्छरीरस्य, जिनेन्द्र ! तब दर्शनात् ॥१७॥
હે જિનેન્દ્ર! આજે આપના દર્શનથી મિથ્યાત્વરૂપી અંધકારને નાશક એ જ્ઞાનરૂપી સૂર્ય મારા શરીરમાં ઉદય પામે છે. (૧૭)
अद्य मे कर्मणां जालं, विधूतं सकषायकम् । दुर्गत्या विनिवृत्तोऽह, जिनेन्द्र ! तव दर्शनात् ॥१८॥
હે જિનેન્દ્ર! આજે આપના દર્શનથી કષાય સહિત મારી કર્મની જાલ નાશ પામી છે અને હું દુર્ગતિથી નિવૃત્ત થયો છું. મારી દુર્ગતિ દૂર થઈ છે. (૧૮)
अद्य नष्टो महाबन्धः, कर्मणां दुःखदायकः। सुखसङ्गः समुत्पन्नो, जिनेन्द्र ! तव दर्शनात् ॥१९॥
હે જિનેન્દ્ર ! આજે આપના દર્શનથી દુઃખને આપનાર એ કર્મને માટે બન્ધ નાશ પામે છે અને સુખને સમાગમ થયા છે. (૧૯)
मनःप्रसन्नं संपन्न, नेत्रे पीयूषपूरिते। अह स्नातः सुधाकुण्डे, जिनेन्द्र ! तव दर्शनात ॥२०॥ હે જિનેન્દ્ર ! આજે આપના દર્શનથી મન પ્રસન્ન