________________
૨૨૯
હું ધન્ય છું, ધર્મરૂપી ધનને પ્રાપ્ત થયેલ છું. હું કૃતપુણ્ય-પુણ્ય કરીને આવેલું છું, ભવસાગરથી તરી ગયો છું કારણ કે અનાદિ ભવ અટવીમાં જેને સાંભળ્યા હતા, તેને મેં આજે નજરે જોયા. (૪)
अद्य प्रक्षालितं गात्रं, नेत्रे च विमलीकृते । मुक्तोहं सपापेभ्यो, जिनेन्द्र ! तव दर्शनात् ।।५।।
હે જિનેશ્વર દેવ ! આપના દર્શનથી આજે મારું શરીર સ્વચ્છ થયું, અને મારાં નેત્રે નિર્મળ થયાં છે તથા હું સર્વ પાપોથી મુક્ત થયેલ છું. (૫) दिठे तुह मुहकमले, तिन्नि विणठाई निरवसेसाई। दारिदं दोहग्गं, जम्मंतरसंचियं पावं ॥६॥
હે ભગવન ! આપનું મુખકમળ જતાં મારી ત્રણ ચીજો સર્વથા નાશ પામી છે. એક દરિદ્રતા, બીજું દુર્ભાગ્ય અને ત્રીજું જન્માંતર સંચિત પાપ-પૂર્વજન્મમાં ઉપાર્જન કરેલું અશુભ કર્મ. (૬).
ગાથા રાજui નાદિત, ત્વમેવ શi માં तस्मात्कारुण्यभावेन, रक्ष रक्ष जिनेश्वर ! ॥७॥
હે જિનેશ્વર ! તું જ એક મને શરણ છે. તારા સિવાય બીજું કઈ મારે શરણ છે નહિ. માટે દયાભાવથી મારું રક્ષણ કર ! મારું રક્ષણ કર ! (૭)
दर्शनेन जिनेन्द्राणां, साधूनां वन्दनेन च । न तिष्ठति चिरं पापं, छिद्रहस्ते यथोदकम् ।। ८ ॥