________________
પરમાત્માના દર્શન વખતે બેલવાની સ્તુતિઓ दर्शनं देवदेवस्य, दर्शनं पापनाशनम् । दशेनं स्वर्गसोपानं, दर्शनं मोक्षसाधनम् ॥ १॥
દેવાધિદેવનું દર્શન પાપનો નાશ કરનારું છે, સ્વર્ગનું પાન–પગથીયું છે અને મેક્ષનું સાધન છે. અર્થાત મોક્ષને ઉપાય છે. (૧)
अधाऽभवत् सफलता नयनद्वयस्य, देव ! त्वदीयचरणाम्बुजवीक्षणेन । अद्य त्रिलोकतिलक ! प्रतिभापते मे, संसारवारिधिरयं चुलुकप्रमाणम् ॥ २ ॥
હે દેવ ! આપના ચરણકમળના દર્શનથી આજે મારા બંને નેત્રોની સફળતા થઈ હે ત્રિલેક ત્રિલક ! આજે આ સંસારરૂપી સાગર મને એક ચુલુક (ચાંગળા) જેવડે જણાય છે. (૨) कलेव चन्द्रस्य कलङ्कमुक्ता, मुक्तावलीयोरुगुणप्रपन्ना । जगत्त्रयस्याभिमतं इदाना, जैनेश्वरी कल्पलतेवमूर्तिः ॥३॥
શ્રી જિનેશ્વર ભગવંતની મૂર્તિ ચંદ્રમાની કલાની જેમ કલંકથી મુક્ત છે, મોતીની માલાની જેમ મનહર ગુણથી યુક્ત છે તથા ત્રણ જગતના મનોવાંછિત પૂરા પાડવા માટે કલ્પતરૂની લતાની જેમ શોભે છે. (૩)
धन्योहं कृतपुण्योह, निस्ती!हं भवार्णवात् । ગરિમાત્તાશે, ચેન શ્રતો મા // ૪ /