SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ . ૐ દેહભાવના જાગે નહિ, ત્યારે જ પૂજા થઇ કહેવાય. તેવી પૂજા કરનાર જ પ્રભુની દશા પામી શકે છે. પણ સુગંધી કેસરનું લલાટે તિલક કર્યું હોય અને અંતર, વિષય—કષાયાદિ દાષા રૂપ મેસથી મલીન થતું હોય, તે તે પૂજા નહિ, પણ ધપણું' બતાવવાના કુલાચાર છે. શીયળ વા બ્રહ્મચર્ય -~-~~ મન, વચન તથા કાયાના ત્રણે યાગની પૂર્ણ શુદ્ધિ તથા સ્થિરતાથી સ્વ તથા પરસ્ત્રી વા પુરૂષના વિકાર ભાવના ત્યાગ થાય તેને બ્રહ્મચર્ય કહે છે. અને ત્રણે યાગથી આ વિશ્વની સમસ્ત પરસ્ત્રી વા પરપુરૂષો સાથે વિકારભાવના સર્વથા ત્યાગ કરી, પોતાની પરિણીત સ્ત્રીમાંજ સાષ માની, તેની સાથે પૂર્વ પ્રારબ્ધ ભાગક્રમ ભાગવતા મનની વૃત્તિને પેાતાની સ્ત્રી પ્રત્યેથી પણ ભાગ-કર્મના ત્યાગ કરવાની ભાવના કરતા રહે તથા મંદ કરતા રહે તેને શીયળ કહે છે. શાસ્ત્રમાં કહ્યું છે — માંસ અને મદિરાનુ ભક્ષણ કરનાર કરતાં પરસ્ત્રી વા પરપુરૂષ સાથે અનાચાર કરનાર વધારે પાપી છે, છતાં હિંદુ જનસમાજમાં વણિક, બ્રાહ્મણ વિગેરે ધાર્મિક જ્ઞાતિમાં દારૂ કે માંસ ભક્ષણ કરનારને નાત બહાર મૂકશે, વા તેના પ્રત્યે જેટલા ધિક્કાર બતાવવામાં આવે છે તેટલા તિરસ્કાર વ્યભિચાર કરનારા પ્રત્યે આવતા નથી. વા તેને નાત બહાર કે સંધબહાર મૂકવા પ્રયત્ન થતા નથી. એ ઉપરથી એમ સમજાય છે કે—દારૂ, માંસ કરતાં વ્યભિચારમાં મહાપાપ છતાં દારૂ, માંસ ખાનાર ઘેાડા નીકળે છે, જેથી લેાકા તેમના પ્રત્યે ધિક્કારની લાગણી દર્શાવે છે અને સ્ત્રી-પુરૂષામાં અનાચારના પ્રચાર વિશેષ હાય એમ જણાય છે. જેથી ચારનાભાઇ ધંટીચરની માફક ચુપકીદી થતી જોવામાં આવે છે. મનુષ્યના જીવનમાં સત્ય, બ્રહ્મચર્ય વા શીયળ–એ એ મુખ્ય ગુણા હાય તાજ તે સત્યાન્નતિ કરી શકે છે. પચીશ ૫ચાશ વરસ સુધી સ્વાદિષ્ટ ખારાક ખાઇ શરીરને અલિષ્ટ બનાવનારને જો એકજ વખત જરા પણ ઝેર ખવરાવવામાં આવે તે તે સર્વ ખારાકની શક્તિના નાશ થઇ દેહનુ' પતન થાય છે, તેમ સેંકડા વરસ સુધી હજારો ધર્મક્રિય! કરી મનને મજભુત બનાવનાર વા ધર્મિષ્ઠ માનનાર એકજ વખત જો અસત્ય વા અનાચાર સેવે, તે તેના આત્માનું પણ અધ:પતન થાય છે. જેતામાં હમણા ચેાથાવત ( બ્રહ્મચર્ય ) ની બાધા આપવાના રિવાજ ચાલે છે. પ્રતિજ્ઞા લેવી એ `પેાતાની દૃઢતા ઉપર છે. સદ્ગુરુના સાધથી વા પૂ
SR No.022929
Book TitleSadbodh Sangraha Part 01 02 03
Original Sutra AuthorN/A
AuthorJayvijay
PublisherJasrajbhai Rajpalji Bhandari
Publication Year1919
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy