________________
મહાસતીના બારણે આવીને ઉભો હતો તે મહાત્માને મેદક માટે આગ્રહ કરનાર સતીને જે વિચારમાં પડ્યો કે-“આ શું? આવા મોટા શહેરમાં સવારથી સાંજ સુધી હું ઘેર ઘેર રોટલાનાં ટુકડા માટે રખડું છું, લોકેના ધક્કા અને તિરસ્કાર ખમું છું અને રખડવાના પરિશ્રમથી પગ થાકીને સુઈ જાય છે, છતાં પેટપૂરવા જેટલા સુકા રોટલાના ટુકડા પણ મળતા નથી. જ્યારે આ મહાત્મા પણ ભિક્ષા અર્થે નીકળ્યા છે, તેને લેકે દુધ, દધિ, વૃત તથા મિષ્ટાન્ન વિગેરે પરાણે તેના પાત્રમાં નાંખી દે છે, તથા લેવા માટે આગ્રહ કરે છે. હું પણ જે આના જેવો વેષ ધારણ કરી સાધુ બનું, તો ભુખની પીડા મટી જાય અને સારે સારે સ્વાદિષ્ટ ખોરાક ખાવાની મજા પડે.
સતીના મહાલયની સામે એક વેશ્યાનું મકાન હતું. સાધુમહાત્માને અધ મેદકનું દાન આપતાં સાડી બાર કરોડ ચળતી સોનામહેરની વૃષ્ટિ, તેણે પિતાના ઝરૂખામાં બેસીને જોઈ લીધી અને આશ્ચર્ય પામતાં વિચારમુગ્ધ બની ગઈ. “અહા ! આ શો ચમત્કાર ? પૈસા મેળવવાને નીચ કૃત્ય કરી આખી જીંદગી બરબાદ કરતાં પણ મનમાનતું ધન ન મળ્યું અને લોકોમાં તિરસ્કારને પાત્ર બની. જ્યારે આ હેલો અને સરલ ઉપાયે અદ્યાપિ પર્યત મારા જાણવામાં આવ્યા જ નથી. સાધુને મોદક આપવાથી સાડી બાર કરોડ સોનામહેરની વૃષ્ટિ અધધધ ! અહાહા ! સાત પેઢી સુધી બેઠે બેઠે ખાતાં પણ ખુટે નહિ. એટલું પુષ્કળ દ્રવ્ય માત્ર મોદક આપવાથી પ્રાપ્ત થયું. આટલા દિવસ આ કમાણીના સરલ અને સુંદર માર્ગની ખબર પણ ન પડી. અસ્તુ!
ભૂલ્યા ત્યાંથી ફરીને ગણો” એ કહેવત પ્રમાણે હવે આ ઉપાય સુરતમાં સાધન વાની જરૂર છે.’ એમ વિચારી બદામ, પિસ્તા, દ્રાક્ષ, જાયફળ તથા જાવંત્રી વિગેરે ઉંચામાં ઉંચે મસાલો નાખી પાંચ સાત મોદક બનાવીને તૈયાર કર્યા મધ્યાન્હ સમયે ભિક્ષા વખતે પિતાના મકાનના ઝરૂખામાં બેસીને ચારે તરફ, જેવા લાગી કે-“જે કોઈ સાધુ મહાત્મા ભિક્ષા અર્થે ફરતા દેખાય તે આગ્રહ કરીને ઘરે તેડી લાવું.'
એક દિવસે પેલા ભાઈશ્રી (ભિખારી) કે જે બે ચાર દિવસ સાધુ મહાત્મા સાથે તેના આચાર, વિચાર તથા વેષ પહેરવાની ઉપર ઉપરથી રીતભાત જાણી, માથું મુંડાવી, વેષ પહેરી સાધુના જોઇતાં કેટલાંક ઉપકરણો મેળવી સાધુ બન્યા હતા, ને –
“દાઢી મૂછ મુંડાવીને, વરવું કીધું મુખ; સંસારની શોભા સઘળી ગઈ, પણ સીરાવ્યાનું તો સુખ.”