________________
૩૪
રસ્તાઓ તરફ નજર રાખી વટેમાર્ગુને જેતે અને જો કોઈ વટેમાર્ગ પાસે ખાવાનું ભાતું દેખે, તો તેનું વસ્ત્ર પકડી મુનિ પાસે લઈ જત, વા મુનિના વસ્ત્રને પકડી સંજ્ઞા કરી વટેમાર્ગ પાસે મહાત્માને લઈ આવતો હતો. મહાત્માને જોઈ વટેમાર્ગુઓ પોતાની પાસે ખાવાનું હોય, તે તેમને આપતા હતા. ગુરૂમહારાજને આહાર મળવાથી પોતાની સેવા સફળ થઈ જાણી હરણ અત્યંત આનંદ પામતે હતે.
એક સમયે એક સુતાર પિતાના પેટ પૂરતું ખાવાનું ભાતું લઈ તે વનમાં લાકડાં કાપવાને આવ્યું. ત્યાં ઝાડની એક મોટી ડાળને કાપતાં કાપતાં તે ઝાડથી છુટી પાડવાની તૈયારીમાં હતો. એવામાં આ સુતાર પાસે આહાર છે એમ જાણ હરણ મહાત્માને સંજ્ઞા કરી ઝાડ પાસે લાવ્યો. થડે છેટેથી શાંતમૂર્તિ મહાત્મા મુનિને જોઈ પૂર્વના સંસ્કારથી સુતારના હૃદયમાં મુનિ પ્રત્યે પ્રેમ, ભક્તિ તથા પૂજ્યતા ઉત્પન્ન થયાં આવા મનુષ્યહીન ભયંકર જંગલમાં જંગમ તીર્થ (સાધુ) ને જોઈ અતિ પ્રસન્ન ચિત્તવાળ સુતાર હર્ષના આવેશમાં એકદમ ઝાડ ઉપરથી નીચે ઉતર્યો અને મુનિના ચરણકમળમાં નમસ્કાર કરી તેમના દર્શનથી પિતાનું શ્રેય માનનાર સુતારે આહાર માટે તેમને આગ્રહ કર્યો. સુતારના હૃદયની પ્રસન્નતા તથા નિર્મળ ભક્તિ જોઈ મુનિએ તેની પાસેથી આહાર લીધે. એવામાં કાપતાં કાપતાં ડી લટકી રહેલ ડાળને પવનનો ઝપાટો લાગવાથી એકદમ તે તુટી પડી અને નીચે જ્યાં મુનિ, હરણ તથા સુતાર ત્રણે ઉભા હતા, ત્યાં તેમની ઉપર પડી. ઘણી જ વજનદાર ડાળના પડવાથી ત્રણે જણ સમાધિમય કાળ કરી એકાવતારીપણે ત્રણે સાથે પાંચમાં દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા અને ત્યાંથી ત્રણે જણ મનુષ્ય-જન્મને ધારણ કરી પરમ પદ-એક્ષસ્થાનને પામશે. અનર્ગલ રાજ્યઋદ્ધિ, સુંદર સ્વરૂ ૫, પતિવ્રતા સ્ત્રીઓ, હાથી, ઘોડા, રથ, નોકરોની સાહ્યબી, સ્વર્ગના વિમાન સમાન સુશોભિત મહાલ, અનેક પ્રકારના સુખોની સામગ્રી વિગેરે છતાં ઋદ્ધિ, સિદ્ધિ અને સંપદાને ત્યાગી જંગલમાં જીંદગી વ્યતીત કરનાર, બાહ્ય તથા અત્યંતર સંસારની ઉપાધિથી વિરક્ત થઈ નિસ્પૃહીપણે જીવન ગાળનાર, અહર્નિશ આત્મચિંતવન, પ્રભુભજન અને આત્મા પગમાં રમણ કરનાર, સુઘા, તૃષા, શીત, તાપ વિગેરેના ભયંકર ઉપસર્ગો (દુઃખો) સહન કરનાર, સિંહ, વ્યાધ્રાદિ ક્રૂર અને વિક્રાળ પ્રાણુઓના અંતરમાં પણ શાંતિનું સામ્રાજ્ય ચલાવનાર અને જિંદગીભર ઉત્કૃષ્ટ ચારિત્ર પાળનાર સાધુ, જંગલમાં રહેનાર અજ્ઞ પ્રાણું હરણ અને જીંદગીભરમાં જેણે સાધુદકે સત્સમાગમ કર્યો નથી, માત્ર