SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ પણે સંયોગ થાય ત્યારે સમ્યજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. તે ત્રણેનું સમન્વયપણું થવામાં સત્સમાગમ તથા સશાસ્ત્રનું સેવન એ સત્કૃષ્ટ નિમિત્ત છે. અપ્રમત્તપણે નિમિત્તને યોગ સેવવાથીજ આત્મા આવરણમુક્ત થઈ પરમપદને પામી શકે છે. આ લેખ સંગ્રહમાં પ્રથમ લેખ ધર્મભાવના એ વિષય ઉપર છે. જેમાં દિન શીલ તપ તથા ભાવનાનું નિરૂપણ કરવામાં આવ્યું છે. શામાટે ખાવું જોઈએ અને શું ખાવાથી શરીરની તંદુરસ્તી સચવાય, તે સમજયા વિના જે તે ખાવાથી ક્ષુધા શાંત થતી નથી વા સુખને બદલે દુઃખ થઈ પડે છે. તેમ સદાચાર શું છે? કયા જીવે કઈ દશામાં કેવા વિચાર, વિવેક તથા વિધિ પૂર્વક કયા સદાચારને સેવવો જોઈએ—તે સમજ્યા વિના સંપ્રદાય દ્રષ્ટિથી, કુલાચાર રૂઢિથી, સ્વમતિ કલ્પનાથી વા સ્વરૂપ જ્ઞાનહીન એવા મતપોષક ધર્મગુરૂઓના શુષ્ક વા શબ્દબોધથી સેવાતા સદાચારો યા સયિાઓથી સમાજની કેવી અધોગતિ થાય છે, તેને અદ્દભૂત ચિતાર આ લેખમાં કરવામાં આવ્યો છે. સાથે કઈ દશામાં કેવી સક્રિયા કરવાથી પોતાના અંતર જીવનની તથા સમાજની ઉન્નતિ થાય, તેને પણ સરસ ચિતાર આપવામાં આવ્યો છે. સંપ્રદાય મેહથી મોહાંધ થયેલ કહેવાતા ધર્મગુરૂઓ દાન શીલ તપ તથા ભાવના વિગેરે ધર્મક્રિયાઓ ( સદાચાર ) ના નામે ભોળા લેકેને ભમાવીને કેવી રીતે ઉન્માગે ચડાવી દીધા છે. જ્ઞાન ભકિતના બાના નિચે પોતપોતાના પુસ્તકનાં ભંડારે વધારવા માટે લેક પાસેથી પૈસા કઢાવી પૈસાના પૂજારીઓએ કેવા પ્રપંચે ઉભા કર્યા છે. નિષ્કામ એવી ધર્મ ક્રિયાઓમાં પણ પૈસાથી ધર્મ થાય એવી માન્યતા કરાવી દેશમાં જનસમાજ દુષ્કાળ,મોંધવારી, રેગ વગેરેના ભયંકર દુઃખથી પીડાતે હેય, આર્થિક સ્થિતિ માટે દુઃખી થતે હેય, લાખો હિંદ પુત્રને એક ટંક પણ પુરું ખાવાનું ન મળતું હોય, છતાં મહત્સવ, પંન્યાસ આચાર્યાદિ પદવીદાન,ઉજમણ જમણવારો, પુજા, પ્રભાવના તથા વરડા વિગેરેમાં દરવર્ષે લાખો રૂ.નું પાણી કરાવી દેશની ભુખે મરતી પ્રજાની ભુખમાં ભાગ ન લેતાં ઉલટ વધારો કરનારા પિપ ગુરૂઓથી સમાજ તથા દેશની કેવી અધોગતિ થઈ છે અને થતી જાય છે તેનું ઘણું જ સરસ ખ્યાન આપ્યું છે. ધર્મષાવના એ લેખમાં દાન, શીલ, તપ તથા ભાવનાએ ચાર પ્રકરણે ઉપસ્થિત કર્યા છે. દાન પ્રકરણમાં કીર્તિદાન ઉચિતદાન અનુકંપાદાન અભયદાન તથા સુપાત્રદાન, શીલ પ્રકરણમાં સામાયિક પ્રતિક્રમણ પૌષધ પૂજા બ્રહ્મ ચર્ય તથા સંધ્યાપૂજન ત૫ પ્રકરણમાં સમ્યજ્ઞાનાદિની વ્યાખ્યા તથા ઈચ્છા
SR No.022929
Book TitleSadbodh Sangraha Part 01 02 03
Original Sutra AuthorN/A
AuthorJayvijay
PublisherJasrajbhai Rajpalji Bhandari
Publication Year1919
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy