________________
૩૩૩
ક્રિયા કરે મન નિમિત્ત સહાઈ, ફિર આપ દ્રષ્ટા હે જાઈ; ગુરૂ બીન યું કૌન બતાઈ, વસ્તુ સ્વભાવ માટે કદી નહિ. પલમે ઉદાસી પલમેં હુલાસી, પલમે આત્મ સ્વરૂપ પાસી; કારણ બીન કૌન કાર્ય બનાઈ, વસ્તુ સ્વભાવ માટે કદી નહિ.
ઈતિ તૃતીય ભાગ સમાસ ઓ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
હક્કર ગોવિંદજીભાઈ માવજીના અધ્યક્ષપણ નીચે શ્રીમાન
રાજચંદ્ર જયંતિ પ્રસગે આપેલું ભાષણ
भव बीजाकुर जनना, रागाद्या क्षयमुपागता यस्य ।
ब्रह्मा वा विष्णुर्वा हरोजिनोवा नमस्तस्मै ॥ પૂજ્ય મુનિવર્ય મહાશય, પ્રમુખ અને ભારત ભૂમિના આ સંતાને!
આજે પુનમની પવિત્ર તિથિએ આપણે એક મહાન તત્વજ્ઞાનિ શ્રીમાન રાજચંદ્રજી મહાત્માની જ યતિ ઉજવવા એકઠા થયા છીએ. જંયતિ શબ્દ મૂળ ની ધાતુ ઉપરથી થયો છે. ન ધાતુ સાથે કૂદતને રૂ પ્રત્યય લાગવાથી જયંતિ થાય છે. એટલે ભૂતકાળના કોઈ મહાત્માની જયંતિ ઉજવતાં તે મહાત્માની હયાતી નથી; તથાપિ તેમણે કરેલ પોતાના આત્માને વિકાશ અને વિશ્વ પ્રત્યે ઉપકાર તેનો પવિત્ર પ્રકાશ વિશ્વમાં વિસ્તૃત હોવાથી તેમના યશો જીવનની નિષ્કામ ભક્તિએ સ્તવના કરવી એજ જંયતિને ઉદ્દેશ અને સ્તવનાથી આપણા આત્માનો વિકાસ કરે એ જંયતિની સફળતા છે.
રાગી મનુષ્ય વૈદકના હજારે પાનાં વાંચી જવાથી રોગ મુક્ત થતા નથી પણ તે શાસ્ત્ર મુજબ ઉપચાર કરવાથી રોગ મુક્ત થાય છે, તેમ મહાત્માઓનું જીવન વાંચી જવાથી મહાત્મા થવાતું નથી, પણ તેના જીવનથી આત્મવિકાશ થવાથી આત્માને ઉદ્ધાર થાય છે. મુખ ઉપર ક્યાં અને કેવા ડાઘા છે તે જે કે દર્પણથી જણાય છે, પણ દર્પણ ધરી રાખવાથી વા તેમાં મુખ જેવાથી મુખ ઉપરના ડાઘાઓ દૂર થતાં નથી, પરંતુ પાણિ વસ્ત્રાદિકની સાધનાથીજ દૂર થાય છે. તેમ મહાત્માનું જીવન એ આદર્શ છે અર્થાત અંત:કરણને આરિસો છે, પણ મહાત્માના જીવનને વાંચન વા શ્રવણ કરી જવાથી અંતઃકરણ ઉપર પડેલા વિષય કષાયસ ઠેષાદિ ડાઘાઓ નાશ પામતા નથી, પરંતુ સદ્દભાવના રૂપી જલ અને સદાચાર રૂપી વસ્ત્રાદિ સાધનથી જ અંત:કરણની મલિનતા દૂર થાય છે. માટે મહાત્માનું જીવન