________________
મુગટ તથા બાજુબંધ વિગેરે આભૂષણ છે, તે લઈને પણ આ હરણને છોડી દે.” “રાજાની પાસેથી લાખો રૂા. ના દાગીના મળે છે” એમ ધારી પેલા પારધીનું મન લલચાયું; પણ સુધાથી તે એટલે બધે પીડિત થઈ ગયો હતો કે, તે દાગીના ઉપાડીને એક ડગલું ભરી શકે, તેટલી પણ તેનામાં શક્તિ ન હતી. જેથી તેણે રાજાને કહ્યું કે હે રાજન ! આપ લાખ રૂ. ના દાગીના આપી મને તથા મારા કુટુંબને છંદગીભરના દારિદુઃખથી મુક્ત કરવા તૈયાર થયા છે, તથા હિંસાના પાપકૃત્યથી પણ મુક્ત કરે છે, તેથી હું આપને પરમ ઉપકારે અને આભાર માનું છું. પરંતુ બે દિવસની શુધા તથા આખા દિવસના પરિભ્રમણથી હું એટલે બધે થાકી ગયો છું કે ભાર વિના પણ ખાલી એક ડગલું ભરવાની મારામાં તાકાત રહી નથી. તે પછી આ લાખે રૂા. ના દાગીનાના ભારને ઉપાડીને હું શી રીતે ચાલી શકું? તે એક હરણના રક્ષણ માટે જેમ લાખોના દાગીના આપવાને આપ તૈયાર થયા, તેવી રીતે મારા રક્ષણની ખાતર આપને ઘોડે આપવાની મહેરબાની કરે. એટલે આપનો અનંતગણું ઉપકાર માની અશ્વારૂઢ થઈ સુખેથી હું મારે ધામે પહોંચી શકું. અને આ જન્મપર્યંત કઈ પણ પ્રાણિવધ કરવાની પાપી પ્રવૃત્તિને ત્યાગ કરી દઉં” એ પ્રમાણે પારધીની દીન વાણું સાંભળતાં રાજાએ હર્ષપૂર્વક પિતાને કીંમતી અશ્વ તે પારધીને આપી દીધો. એક હરણ જેવા પશુના રક્ષણની ખાતર જે રાજાએ લાખોના દાગીનાની દરકાર ન કરી, તે પેલા પારધીના બચાવ માટે કીંમતી અશ્વ આપવામાં તેને શું કઠિન હતું? કંઈજ નહિ. મારનારની દયા લાવી મરનારને બચાવો-એજ સાચી દયા છે. અને તેનું નામ ખરું અનુકંપાદાન છે. પૈસાની ખાતર પ્રાણ પ્રત્યે દયાની લાગણુ મંદ રહે, તો તેનું નામ સાચી દયા વા અનુકંપા નથી. પ્રાણી પ્રત્યેની દયાની લાગણીની ખાતર લાખે કે કરોડ રૂા.ને તૃણવત માને છે, પૈસાની ખાતર પ્રાણીને જતો કરતા નથી, પણ પ્રાણની ખાતર લાખ રૂ. વા સમૃદ્ધિને પણ જતી કરે છે, તે જ સાચી દયા છે, અને તેનું નામ જ આર્થિક અનુકંપાદાન છે. લેખ બહું વિસ્તારને પામ્યો છે, પણ વાંચકવર્ગને સુગમતાથી તથા સ્પષ્ટતાથી સમજાય, એવા હેતુથી અનુકપાના ત્રણે ભેદ ઉપર દષ્ટાંત આપી લેખને વિસ્તારથી લખવાની આવશ્યકતા જણાઈ છે.
શારીરિક અનુકંપાદાન, માનસિક તથા આર્થિક અનુકંપાદાન–આ ત્રણે પ્રકારે મહાન યોગી પવિત્ર જ્ઞાની, અને જૈન સ્તથા વેદાંતના સાધુ મહર્ષિના