________________
૩૧૫
સર્વાર્થસિદ્ધિ વિમાનના દેવતા કેવળી ભગવાનને પ્રશ્ન કરી શકે કે કેમ ? અને કરી શકે તે કેવી રીતે ? સમ્યકત્વ પ્રાપ્ત કરવામાં મારી માન્યતા પ્રમાણે જે કાંઈ વિચાર કરવાની સમજવાની જરૂર છે, તે ફક્ત એટલું જ છે કે (૧) મનનું શું સ્વરૂપ છે? (૨) મનનું બળ કેટલું ? (૩) વચન અને કાયા કેવી રીતે કેટલે દરજજે મનના કબજામાં છે અને કેવી રીતે મનના કબજામાં નથી ? (૪) વચન અને કાયા સિવાય પુદ્દગલના પર્યાય અને પરમાણુઓ સાથે મનની કેવો સંબંધ છે? મન કેવી જાતની કિયા કરે વા કરી શકે છે ? (૫) કર્મ કેણું બાંધે છે? (૬) કર્મ કેવી રીતે બંધાય, ભગવાય અને કેવી રીતે બંધાતાં અટકે? (૭) આઠ જાતના કર્મોનું શું સ્વરૂપ છે અને આત્મા સાથે કેવી જાતનો સંબંધ છે ? (૮) મનને વેગ કેટલું છે ? મારું મન જ્યારે અહીંથી મુંબઈ જાય, ત્યારે મુંબઈ સુધી મારા મનની શ્રેણી બંધાતી હશે કે મનમાં મુંબઇનું ચિંતન થાય ? (૯) દેવ દેવીની ઉપાસના કરવાથી તેમને કેવી રીતે ખબર પડે અને સહાય થાય ? (૧૦) મન:પર્યવ જ્ઞાન એટલે શું? આ ઉપલી બાબતનું તેમજ મનના સ્વરૂપ વિષે વિશેષે ચિંતન કરવાથીજ લાભ થશે. કેમકે મનના પર્યાય બરાબર ઓળખાશે તે વ્યતિરેકથી આત્માના પર્યાયાનો અનુભવ થશે. વીજળી કેવું અગાધ કાર્ય કરે છે. વીજળીના મુકાબલે મનના પરમાણુઓ ઘણા ઉતમ અને બળવાન છે. સર્વાર્થસિદ્ધના દેવતાએ મનને પરમાણુઓની શ્રેણી તીર્થકરના મન સુધી લંબાવે, તે નિમિત્તથી તીર્થકરના મનમાં જવાનો સંકલ્પ થાય અને સર્વાર્થસિદ્ધ દેવતા જાણે. મનનું સ્વરૂપ બરાબર વિચારવાથી આવી શંકા રહેશે નહિ. મનનું તેટલું બળ ન હોય એમ માની લઈને તેવું બળ આત્માનું ગણવામાં અગર માની લેવામાં આવે છે, ત્યાંજ ભૂલ થાય છે. જે મનનું બળ અગાધ અને સહાયસ્થ ગુણવાળું ન હોય તે પછી ભૂલા અને રખડપટી રહે જ નહિ. જે કંઈ મુશ્કેલી નડે છે, તે આત્માના પર્યાયથી મનના પર્યાયને જુદા પાડવામાં નડે છે અને જે સમયે જુદા જુદા ઓળખાણું, તે જ સમયે ભેદજ્ઞાન (સમ્યકત્વ) અને તે સંકલ્પ જે અખંડ રહે તે લાયક સંખ્યકત્વ.મેં શાસ્ત્રો વાંચ્યા નથી જેથી શાસ્ત્રાધાર લખવાને અશક્ત છું. મારા ખુલાસાથી જે શાસ્ત્રાધાર વિરૂદ્ધ જણાય તો લખી જણાવશે. આનંદઘનજી મહારાજે શ્રી કુંથુનાથ ભગવાનના સ્તવનમાં મન વિષે લખ્યું છે તે બરાબર છે. મનના પરમાણુ જેટલી જાતની વૃત્તિઓ, તેટલી જાતનાજ છે. જે વસ્મતે આનંદઘનજી મહા રાજે કુંથુનાથનું સ્તવન બનાવ્યું, તે વખતે તેમના મને તે સ્તવન બનાવ્યું કે