________________
પધરામણી કરાવી ગુરૂપૂજનમાં અમુક રૂા. ધરવા, એક દેરાસરમાંથી ભગવાનની મૃતિ બીજા દેરાસરમાં લઈ જવી હોય તે નકરે (ન કરો-એ શબ્દ પિતે જ સૂચવે છે કે જે પોતાના ઈષ્ટદેવ ભગવાનની મૂર્તિ છે, તેને વેચવાને અધમ બંધ ન કરે, છતાં મતાગ્રહથી હાંધ થયેલા બિચારા છેવો સત્ય વાતને સમજી શક્તા નથી ) મૂકવાનું બહાનું કહાડી પ્રભુની પ્રતિમાઓના વેચાણ કરવાના ધંધાઓ કરવા, આઠ કે સેનઉપવાસ કરે તે સ્વામિવાત્સલ કરવું, તથા અમુક રૂા. (જેમ રેવન્યુ ખાતામાં નિયમિત ટેક્સ લેવાય છે તેમ) આપે તો અષ્ટપ્રકારી અને અમુક રૂ, આપે તો અગીયાર યા સત્તરપ્રકારી પૂજા ભણાવવાના, બારસો સૂત્ર (કલ્પસૂત્ર) ના ચડાવા કરવાના, કંચન-કામિનીથી રહિત નિય ગુરૂ કહેવાય છતાં તેની પાસે રૂા. ભૂરી વાસક્ષેપ નખાવવાના એ વિગેરેની શાસ્ત્રવિરૂદ્ધ અસત્ય પ્રવૃત્તિઓ ચલાવી જૈન માર્ગની છિન્ન ભિન્નતા કરી નાખી હતી. જે પ્રવૃત્તિઓ માટે ઉપાધ્યાય મહારાજશ્રી યશોવિજયજી પણ કહી ગયા
“કામકુંભાદિક અધિકનું, ધર્મનું કે નવિ મૂલ્ય રે;
દેકડે કુશરૂ તે દાખવે, શું થયું એ જગળ રે.” કામ, ક્રોધ, મેહ, મદ, દ્વેષ, રાગ, મિથ્યાત્વ, અજ્ઞાન, કષાય, વિષય, મમતા, માયા તથા આશા-તૃષ્ણાદિક દેષોનો નાશ કરવાથી અને દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ભક્તિ, વૈરાગ્ય, પરોપકાર, વિશુદ્ધિ, દઢતા, ગંભીરતા, ઐક્યતા, અભિન્નતા, ધૈર્ય, સહિષ્ણુતા, ત્યાગ, નિર્મોહતા, નિઃસંગતા, નિર્ભયતા વિગેરે ઉત્તમ આત્મિક ગુણોને પ્રગટ કરવાથી જ જે અમૂલ્ય ધર્મની પ્રાપ્તિ થાય, તેવા કામકુંભ તથા રત્નચિંતામણિ કરતાં પણ અનંત દરજજે અધિક પવિત્ર ધર્મને કુગુરૂઓએ દેકડે વેચી દીધે. અર્થાત ભાવના વિશુદ્ધ ધર્મ તે પૈસાથી ધર્મ થાય, એવી માન્યતા કરાવી લેકના હદયમાં ઉધે માર્ગ ઠસાવી દીધે, તેથી આ જગતમાં કેવું શૂળ ઉત્પન્ન કર્યું? અર્થાત સત્ય માર્ગ ન બતાવતાં પૈસાથી જ ધર્મ બતાવ્યો. જે લેકેને ઉપરોક્ત કહેલ દોષનો નાશ કરવામાં તથા સદ્દગુણેની વૃદ્ધિ કરવામાં જ ધર્મ છે એમ બતાવ્યું હતું, તે જેન વા અન્ય સમાજમાં જે ક્લેશ કુસંપ વધી પડ્યો છે, અનીતિ કે અસત્યથી પૈસા કમાવવાના પ્રપંચ વધી પડ્યા છે, તે અધમ દોષો જનસમાજમાં વધવા પામત નહિ પણ તમે અમુક તપવા અમુક ક્રિયા કરી આટલા પૈસા દેવ-ગુરૂના નામેં ખરચે,એટલે તમારું કલ્યાણ થશે.” આવા અણસમજભર્યા બોધથી લેકે અનીતિનો માર્ગે ચડી ગયા. અથોત કુડકપટ, છળપ્રપંચ કરી, અનીતિ કે અ