________________
અહિંસાધમી કહેવાતા નથી, પણ તેવી સર્વ જીવાત્માઓ પ્રત્યે આત્મદષ્ટિ રાખવાની દશાને પ્રાપ્ત કરવાથી જ અહિંસાધર્મ કહેવાય છે અને તેવા અહિંસા ધર્મથી દેશમાંના ક્ષાત્ર તેજની ક્ષીણતા વા નિર્બળતાની વૃદ્ધિ થાય-એમ જે કહેવું, તે તે “સત્યથી અસત્ય ઉત્પન્ન થાય ' એમ કહેવા બરાબર છે. - ઉપરોક્ત અહિંસાધર્મના તત્વને સમજ્યા વિના, તેની દશાને પામ્યા વિના માત્ર શબ્દાર્થથી વા કલાચારથી તે સૂત્રને બેધ આપનારાઓ ખરા તત્વને ન સમજતાં કલ્પના દૃષ્ટિએ બાહ્યાર્થ પણે તે સત્રના શ્રવણ બેધથી ક્ષાત્રતેજની ક્ષીણતા થાય તે તે બનવા જોગ છે, પણ તેથી અહિંસાધર્મ પિતે તેવા કલંક કે અપવાદને પામી શકતે નથી.
દરેક સંપ્રદાયભાવથી સમાજની ખરાબી થાય છે. માત્ર એક જૈનના સંપ્રદાયથી સમાજની ખરાબી થાય છે એમ નથી. મતિબંધ’ અને મારું એજ જીવને બંધન કર્તા છે, તે બંધનમાંથી મુકત્ત કરવા અને નિષ્કામ કર્મથીજ આત્માની સિદ્ધિ થાય છે એમ બતાવવા તન મન ધન વિગેરે સર્વસ્વ ગુરૂને અર્પણ કરવાં એવા ગીતાજીના પવિત્ર બંધને માત્ર શબ્દાર્થ પણે ઉકેલવાથી વૈષ્ણવ કેમ કેટલી અધગતિને પામી છે, તે કરસદાસ મુલજી સંબંધી બહાર પડેલ “મહારાજ લાયબલ કેસએ પુસ્તક વાંચવાથી સમજાશે. ગુરૂને સર્વસ્વ અર્પણ કર્યા વિના શિષ્યનું કલ્યાણ થતું નથી. ત્રિધાયેગે ગુરૂની સેવા કર્યા વિના કલ્યાણ નથી એ વાત સત્ય છે, પણ આ મા શિષ્ય છે તથા આ મને બધું આપી દે, એવી ભાવના જે કરે તેનામાં ગુરૂપણું પણ નથી. શિષ્ય જાણે કે આ મારા ગુરૂ છે.' પણ ગુરૂને “આ મારો શિષ્ય છે એવી ભાવના હોયજ નહિ. એ તે શિષ્યને પણ અભેદપણે આત્મભાવે જુએ છે. ગુરૂથી જ્ઞાન પામી તેમના પરમ ઉપકારને વશ થઈ શ્રી રામચંદ્રજીએ વસિષ્ઠ મહાત્માને રાજ્ય દ્ધિ વિગેરે સર્વસ્વ અર્પણ કર્યું, પણ મહાન યોગી વસિષ્ઠજીએ તેમાં અણુમાત્રની પણ ઈચ્છા કે સ્પૃહા કરી નહિ. અહા! શિષ્યની કેવી અપૂર્વ ભકિત અને ગુરૂની કેવી અપુર્વ નિ:સ્પૃહી દશા? પરંતુ તે દશાને પામ્યા વિના અર્પણ કરવાના સૂત્રના બાના નીચે ગુસાંઈજીઓના અધમ દુરાચારે કેટલી હદ ઓળંગી ગયા છે તેનું દિગદર્શન કરતાં હદય કંપી ઉઠે છે. તેવા અધમ ગુરૂઓથી સમાજની કેટલી અધોગતિ થાય છે એ નિષ્પક્ષપાત પૂર્વક વિચારતાં સુગમતાથી સમજાય તેમ છે.
પ્રથમ ગુણસ્થાનક-પરમાર્થ માર્ગ પામવાને સન્મુખ થયેલ, આત્મજ્ઞાન પામવાને પાત્ર થયેલ, તત્વજ્ઞાન પામવાની ભૂમિકામાં રહેલ, પરમાર્થના ઉમેદ